જિલ્લા કલેકટર ના આદેશ બાદ પણ જિલ્લા ના અધિકારી ઓ આળસ ના મૂળ માં બિલ્ડર ના દબાણ પર એક્શન બાબતે સૌ કોઈ મીટ મંડાઈ છે
વાપી: વાપી નજીક આવેલાં ટુકવાડા હાઇવે પાસેથી કોલક નદી પસાર થાય છે. વાપી-વલસાડ તરફ જતાં આ નદીના પટ્ટમાં બાંધકામ કરવા માટે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. અહીંથી પસાર થતાં તમામ લોકોની નજર હાલમાં આ કામગીરી પર જઇ રહી છે. આ બાબત ધ્યાન પર આપતા અમારી ટીમે તપાસ કરી તો સિંચાઇ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે દબાણકર્તાને કુદરતી વહેણને અસર ન થાય તે મુજબ કામગીરી કરવા સૂચના આપી છે. બીજી તરફ આ સૂચના બાદ પણ નદીમાં હાલ માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું જ છે. જળસંચય માટે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભારે દોડધામ કરી રહ્યાં છે ત્યારે કલોક નદીમાં માટીનું પુરાણ કરી જળસંચય અભિયાનના લીરેલીરા ઉડાવાઈ રહ્યા છે છતાં આ મુદ્દા સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ માત્ર એકબીજાને માથે ટોપલો ધોળી રહ્યા છે
વાપી બિલખાડીના દબાણ દુર કરતી વખતે પણ અધિકારીઓ એક બીજા વિભાગને ખો આપી રહ્યાં હતાં. કોલક નદીમાં દબાણ અંગે સિંચાઇ વિભાગના અધિકારીના મતે પાણી કે કુદરતી વહેણ સાથે ચેડા થાય ત્યારે સિંચાઇ વિભાગનો રોલ આવે છે. જમીનમાં દબાણ અંગે રેવન્યુ વિભાગે કાર્યવાહી કરવી જોઇએ. રેવન્યુ વિભાગના અધિકારીના મતે નદી અને પાણીનો વિષય સિંચાઇ વિભાગમાં આવે છે. જેથી તેમણે કાર્યવાહી કરવી જોઇએ.
એક તરફ રાજ્ય સરકાર જળ સંચય અભિયાન હેઠળ રાજ્યભરમાં ચોમાસા પહેલા તળાવો ઊંડા કરાવવા જોર શોરથી અભિયાન ચાલાવી રહી છે ત્યારે નદીમાં નરી આંખે દેખાઇ રહેલા પુરાણ સામે જવાદારો સામે કાર્વાહી કરવા ગંભીર દેખાતી નથી.
ત્યારે જળસંચય ની પત્રકાર પરિષદ માં ઉઠેલ આ કોલક નદી ના સવાલ બાબતે જિલ્લા કલેકટર એ તાકીદે જણાવ્યું હતું કે જિમ્મેદાર હશે તે સજા ને પાત્ર હશે પછી એ બિલ્ડર હોય ,સરપંચ હોય કે કોઈ અધિકારી હોય રિટાર્યડ થયા બાદ પણ જેલ ની હવા ખાવા તૈયાર રરહવા જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું ત્યારે હવે જોવું એ રહ્યું કે કોલક નદી પર ના દબાણ બાબતે અધિકારી ઓ ક્યારે એક્શન મૂળ માં આવશે