મહારાષ્ટ્રમાં જાતીવાદને લઇને ફાટી નિકળેલી હિંસાની અસર મહારાષ્ટ્રને સરહદને અડીને આવેલા વાપીમા, પણ વર્તાઇ છે વાપીમા વાપી ચાર રસ્તા નજીક વિવિધ દલીત સંગઠનના ૫૦૦ જેટલા લોકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધવ્યો હતો વિરોધના વિવિધ વાવટા સાથે મુંબઇ હાઇવે પર ટાયર બાળી સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો એકાદ કલાક સુધી ચાલેલા ચક્કાજામમાં પોલીસે તુરંત ઘટનાસ્થળે ધસી જઇ તમામ આંદોલનકારીઓને સમજાવી ખસેડ્યા હતા અને ચક્કાજામ થયેલા રસ્તાઓને ખુલ્લા કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.
આંદોલનકારીઓમાં મોટી સંખ્યામાં મહીલાઓ અને યુવાનો જોડાયા હતા.આઝાદી લે કર રહેગે, અનુવાદ સે આઝાદી જેવા વિવિધ સૂત્રોચ્ચાર સાથે વાપીમાં ચાર, રસ્તા ખાતે વિવિધ દલીત સંગઠનોએ ટાયરો બાળી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.