વલસાડમાં હવે દરેકને પોતાના વિસ્તાર ની અંદર આવતા ફેરિયાઓ પાસેથી જીવનજરૂયાત ની ચીજ વસ્તુઓ મેળવી લેવા અપીલ કરાઈ રહી છે અને બહાર નીકળી સામગ્રી લેવા જતા લોકોને પોલીસે અટકાવ્યા હતા અને સેંકડો ગાડી જપ્ત કરવામાં આવી હતી. વલસાડ માં લોકડાઉન નું જનતા પાલન નહિ કરતા તેઓ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે અને ગાડીઓ ડિટેઇન કરવાનું શરૂ કર્યું છે. કારણ કે બહાર ભીડ ના કારણે કોરોના પ્રસરવા નો ભય ઉભો થયો છે ત્યારે હવે સોસાયટી ના નાકે આવતા કે નજીક થી જ વસ્તુઓ ખરીદવા અપીલ કરવામાં આવી રહી છે.
Thursday, May 2