હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશનને કારણે ‘ઓખી’ વાવાઝોડુ આવ્યુ છે જેની અસર ગુજરાતના વાવાતરણમાં પડવાની શક્યતાઓ છે. જેને પદલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આગામી 4થી 6 ડિસેમ્બરમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.ઓખી વાવાઝોડાનો ખતરો વલસાડ અને દક્ષિણ ગુજરાતને ધમરોળે તેવી શક્યતા છે. સાવચેતીના પગલે તંત્રએ અેલર્ટ અાપ્યું છે.
ઓખી વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની 40 બોટ પરત ફરી છે. જયારે 600 બોટ હજુ સમુદ્રમાં છે. બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.બંદરે ફકત 200 બોટ લાંગરવાની ક્ષમતા હોય, ફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્કેલી સર્જાય શકે.જૂનાગઢ જિલ્લા કલેકટર વાવાઝોડાની અને વરસાદની સંભાવનાને લઇ માંગરોળ અને માળિયા હાટીના તાલુકાને હાઇએલર્ટ જાહેર કર્યો છે તથા વાવાઝોડાની અસરરૂપે તા.5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના હોય જૂનાગઢ જિલ્લાનાં તમામ તાલુકાને આગમચેતીનાં પગલા લેવા અને તાલુકા કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદારની નિમણુંક કરવા આદેશ કર્યો છે. તેમજ દરેક પરિસ્થિતીથી જિલ્લા કંટ્રોલ રૂમને વાકેફ કરવા આદેશ કર્યો છે.
અા સિવાય વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં દરીયામાં માછીમારોને સાવચેત રહેવા અને દરીયો ન ખેડવા સુચન કરાયું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.