વેસ્ટરોકે તેની નાણાકીય પ્રતિબદ્ધતાને પૂરી કરતા હરિયા એલજી રોટરી હોસ્પિટલના રેડિયો ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે મુશ્કેલ સમયમાં ઉપયોગમાં આવતા સ્વાસ્થ્યની જાળવણીના સાધનો માટે દાન કર્યું.
વાપી, 31મી મે, 2018: વેસ્ટરોકનું ભારતીય કામકાજ, વિવિધ પ્રકારના કાગળ અને પેકેજિંગના વિકલ્પો પૂરા પાડતી અગ્રણી કંપની, આજે જાહેર કરે છે, તેની પ્રતિબદ્ધતાને પુર્ણ કરતાં, તેને વાપી, ગુજરાત ખાતેની હરિયા એલજી રોટરી હોસ્પિટલને રૂ.4.20 કરોડનું દાન કર્યું છે. આ દાન રેડિયો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં મુશ્કેલ સમયમાં કામમાં આવતા સ્વાસ્થ્યની જાળવણીના સાધનો માટે અને તે સેવા સરળતાથી તથા વ્યાજબી દરે મળી રહે તેના માટે કરવામાં આવ્યું છે.
આ દાન દ્વારા, હરીયા એલજી રોટરી હોસ્પિટલ, વલસાડ વિસ્તારની સૌથી મોટી હેલ્થકેર સુવિધા માંથી એક દ્વારા સ્ટેટ-ઓફ-આર્ટ સીટી અને એમઆરઆઈ સ્કેનીંગ મશીન ઉપલબ્ધ કરાવ્યા છે. વાપી અને તેની આસપાસના ધરમપુર, નવસારી, દહાનું, બોઈસર અને વલસાડના સમુદાયના દર્દીઓ હોસ્પીટલ ખાતેની સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે.
દાન વિશે વાત કરતાં, શ્રી રાકેશ ત્રીપાઠી, મેનેજીંગ ડિરેક્ટર અને કંટ્રી હેડ જણાવે છે કે “અમે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં અને અમે અમારી હરીયા એલજી રોટરી હોસ્પિટલ માટેની પ્રતિબદ્ધતા પુરી કરવા બદલ ખુબ જ આનંદીત છીએ. અમે જ્યાં ધંધો કરીયે છે ત્યાંના સમુદાય માટે હકારાત્મક અસર પાડવો એ અમારા ધંધાનો આતંરીક ભાગ છે.”
આ સેન્ટર ખાતે આશરે 180 એમઆરઆઈ અને 300 સીટી સ્કેન્સ દર મહિને કરવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ લેનાર દર્દીઓની સંખ્યા અહિંયા મળતી સગવડના કારણે બમણી થઈ ગઈ છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાના રેડીયો ડાયગ્નોસ્ટીક્સ સેવાઓ અને તે પણ ખુબ જ નિચા દરે પુરી પાડવામાં આવે છે. વલસાડ જિલ્લામાં સૌથી મોટા નોકરી આપનારમાંથી એક તરીકે, વેસ્ટરોક ઈન્ડિયા દ્વારા આ દાન સમુદાયને તથા તેના કર્મચારી ગણને વિશ્વાસનિય સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ નો લાભ લેવાની તક આપે છે.