ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકા એ પોતાના કર્મચારી ઓ નાં મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવી પાલિકા કર્મચારીઓ માટે સ્ટાફ મકાન બનાવ્યા હતા આ સમગ્ર જમીન ખાનગી વ્યક્તિ ઓ એ મ્યુનિ. કર્મચારીઓ પાસે થી આ ફ્લેટો અને સદર જમીન માં વરાડે હિસ્સા નાં દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવી ને આખરે આ જમીન હાલે એક તબીબી હેલ્થકેર પૂરી પાડતી સંસ્થાની માલિકી આ જમીન આવી છે. છેલ્લા દસ્તાવેજ વલસાડ સબ રજિસ્ટ્રાર ઓફિસ માં રૂ. 52 લાખની વેચાણ કિંમતે નોંધાયેલો છે.
અહીં સરકાર તરફે અને વલસાડ શહેર ના નાગરિકો તરફે એકજ સવાલ છે કે પ્રજાહિત માટે સરકાર તરફથી અપાયેલ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસે થી નીકળી ને પ્રાઇવેટ સંસ્થા ઓ પાસે વાણિજયક હેતુ માટે કેવી રીતે આવી? અને આજની કિંમતે કરોડો ની બજાર કિંમત વાળી જમીન માં કોણ કોણ કેટલા પૈસા કમાયુ ? સત્ય ડે પર પ્રજા માટે અમારી ચળવળ ચાલુ જ રહેશે ક્રમશ