વલસાડ ના અબ્રામા સુંદરવન સોસાયટીમાંથી સ્થાનિક લોકોએ 5 જેટલી મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી અને આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે સિટી પોલીસના પીએસઆઈ પરમાર સ્થળ ઉપર દોડી આવ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છોટા હાથી સાથે 4 પુરૂષ અને મહિલાઓ સુંદરવન સોસાયટીમાં ભંગારની ચોરી કરવા આવ્યા હોવાની સ્થાનિકો ને શંકા હતી. પોલીસની પકડમાં આવેલા 3 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની પણ વિગતો જાણવા મળી છે જોકે, પકડાયેલી મહિલાઓ નો ઈરાદો શુ હતો તેતો તપાસ બાદ ખબર પડશે
Saturday, May 18