કપરાડા તાલુકાના વાજવડ ગામે મારૂતિ વેનના ડાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મારૂતિ વેન ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર મજૂરો ને ઇજાઓ પહોંચી હતી.વિગતો મુજબ આ મારૂતિ વેનમાં સેન્ટીંગ કામ અર્થે ગયેલા સાત જેટલા મજુર કામદાર બેઠા હતા, આ ઘટના દાદરા નગર હવેલીથી બાબરખડક ગામે વરદી લઈ પરત ફરતી વેળાએ બની હતી, મારૂતિ વેન નંબર GJ15 CA 7316 ને અકસ્માત નડતા હાઈવે પર પસાર થતા અનેક વાહનચાલકો થંભી ગયા હતા, આ અકસ્માત ની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નાનાપોઢા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
http://https://youtu.be/UyRuJAqd5vI