ચીનમાં ફરી એકવાર કોરોના કહેર મચાવી રહ્યો છે. ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને કારણે એક વખત ચીનમાં લોકડાઉન જેવી સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન ચીનના શાંઘાઈમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક રોબોટ શહેરના નિર્જન રસ્તાઓ પર જાહેરાત કરતો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાના વધતા નવા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. દરમિયાન, હાલમાં જ ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રોબોટ જાહેરાત કરતો જોવા મળી રહ્યો છે. આ રોબોટ ચાર પગે શાંઘાઈની શેરીઓમાં પેટ્રોલિંગ કરતી વખતે સ્વાસ્થ્ય સેવાઓની જાહેરાત કરતો જોવા મળે છે.
આ વીડિયોને ટ્વિટર યુઝર એરિક ફીગલ-ડિંગ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘રોબોટ શેરીઓમાં ફરે છે અને લોકડાઉન દરમિયાન શાંઘાઈમાં સ્વાસ્થ્યની જાહેરાત કરે છે.’
Robot roaming the streets making health announcements in #Shanghai during lockdown. pic.twitter.com/64x0mU4C2D
— Eric Feigl-Ding (@DrEricDing) March 31, 2022
કડક કોવિડ પ્રોટોકોલ માટે જાણીતું ચીન ફરી એકવાર વ્યાપક મોડલ લોકડાઉનમાં જોડાયું છે. તમને જણાવી દઈએ કે, વધતા જતા કેસોને રોકવા માટે ચીનમાં હાઈવે ટ્રાફિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન પુલ અને ટનલ પણ બંધ કરી દેવામાં આવી છે.