ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ન્યુ ગિની સિવાય વિશ્વમાં કાંગારુઓ બીજે ક્યાંય જોવા મળતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના રસ્તાઓ પર કેટલાક લોકોએ કાંગારૂઓને ફરતા જોયા. જેનો એક ચોંકાવનારો વીડિયો ટ્વિટર પર સામે આવ્યો છે. આ પ્રાણીઓ તેમના કુદરતી રહેઠાણથી હજારો માઈલ દૂર કેવી રીતે આવ્યા તે જોવા માટે લોકો ખૂબ જ ચિંતિત છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં છે કે તેઓ ભારત કેવી રીતે આવ્યા?
They are not present in any zoo in this area. They are part of smuggling. Later seized. In zoo now for safe custody. Last month also two were arrested with a kangaroo. https://t.co/vUKY5VFx4x
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 2, 2022
દરમિયાન, IFS અધિકારી પરવીન કાસવાને વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે કાંગારૂઓની દાણચોરી કરવામાં આવી રહી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, તે આ વિસ્તારના કોઈપણ પ્રાણી સંગ્રહાલયમાં હાજર નથી. તેઓ દાણચોરીનો ભાગ છે. બાદમાં તેઓને જપ્ત કરવામાં આવ્યા હતા. તેમને હવે પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ગયા મહિને પણ એક કાંગારૂ સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી.
વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગના અધિકારીઓએ જલપાઈગુડી અને સિલીગુડીમાંથી બે કાંગારૂઓને બચાવ્યા હતા. અધિકારીઓને સિલીગુડી નજીક એક કાંગારૂ બાળકનો મૃતદેહ પણ મળ્યો હતો. બૈકુંથપુર ફોરેસ્ટ ડિવિઝન હેઠળના બેલાકોબા ફોરેસ્ટ રેન્જના રેન્જર સંજય દત્તાએ જણાવ્યું હતું કે, “કાંગારૂઓને તેમના શરીર પર કેટલીક ગંભીર ઈજાઓ હતી અને તેમને વધુ સારવાર માટે બંગાળ સફારી પાર્કમાં મોકલવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે.
West Bengal | One more Kangaroo was rescued by forest officials from Farabari-Nepali busty in Dabgram forest range of Jalpaiguri last night from where two Kangaroos were rescued earlier on April 1st pic.twitter.com/mR4FmNZWnn
— ANI (@ANI) April 2, 2022
રેન્જર સંજય દત્તાએ કહ્યું, ‘અમે આ કાંગારૂઓના ઠેકાણા, કોના દ્વારા અને કેવી રીતે તેમને જંગલમાં લાવવામાં આવ્યા હતા, તેમજ તેમને લાવવા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. તેની પણ ખાતરી કરવામાં આવશે.