કહેવાય છે કે મુશ્કેલ સમયમાં માણસ જ કામ આવે છે, પરંતુ ક્યારેક એ જ માણસ એટલો અસંવેદનશીલ બની જાય છે કે શું બોલવું એ સમજાતું નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવરને બચાવવાને બદલે ટ્રકમાં રાખેલી ચણાની થેલીઓ લૂંટીને પોતાના ઘરે લઈ જતા જોવા મળે છે.
આ આખો મામલો છત્તીસગઢના બિલાસપુરનો છે, જ્યાં ચણાની બોરીઓથી ભરેલી ટ્રક શહેરમાં રોડની વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી. પરંતુ, અકસ્માતમાં ઘાયલ થયેલા ટ્રકના ચાલકને મદદ કરવાને બદલે કેટલાક અસંવેદનશીલ લોકોએ ટ્રકમાં ભરેલી ચણાની થેલીઓ લૂંટવાનું શરૂ કર્યું હતું.
જો કે, ત્યાં કેટલાક સારા લોકો પણ હતા અને તેઓએ ડ્રાઇવરને મદદ કરી અને તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ બાકીના લોકો તકનો લાભ ઉઠાવીને ચણાની બોરીઓ લૂંટીને પોતાના ઘરે લઈ જવા લાગ્યા હતા. આટલું જ નહીં આસપાસના લોકોને આ વાતની જાણ થતાં તેઓ પણ બોરીઓ લૂંટવા પહોંચી ગયા હતા. અહેવાલો અનુસાર, ટ્રકમાં ચણાની 982 બોરીઓ ભરેલી હતી.
#WATCH | Chhattisgarh | People stole gram (Chana) sacks from a truck after it met with an accident with another truck in Bilaspur pic.twitter.com/VM3w8kV3Xb
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 27, 2022
રસ્તાની આ બાજુએથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, જે બાદ વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો જે ટ્રક અથડાઈ તેની ઉપર ચઢી રહ્યા છે અને ચણાની બોરીઓ નીચે ફેંકી રહ્યા છે. ત્યાં ઊભેલા લોકો એ બોરીઓ લઈ જઈ રહ્યા છે.