Alive from the Pyre Video: મૃતક જીવતો થયો અને ચિતા પરથી ઉઠી દોડ્યો! અવિશ્વસનીય ઘટનાનો વીડિયો થયો વાયરલ
Alive from the Pyre Video: ક્યારેક જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા એટલી સુક્ષ્મ હોય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે, જ્યાં એક વૃદ્ધના અંતિમ સંસ્કાર દરમિયાન કંઇક એવું બન્યું કે બધાના હોશ ઉડી ગયા.
વીડિયો અનુસાર, એક વૃદ્ધનો મૃત્યુ બાદ અંતિમ વિદાય માટે વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય છે. ચિતા તૈયાર થાય છે, લાકડાં અને ગાયના છાણના ખોખાથી તેને ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ પરિવારજન અગ્નિદાહ આપે છે. આટલાં સુધી બધું સામાન્ય લાગે છે, પણ પછી જે થયું એ આશ્ચર્યજનક છે.
જેમ જ ચિતામાં આગ સળગે છે અને ધુમાડો ઉઠે છે, તેટલામાં વૃદ્ધ અચાનક લાકડાં ખસેડીને ચિતા પરથી ઊભા થઇ જાય છે અને ભાગવા લાગે છે! ત્યાં હાજર સંબંધીઓની આંખો આગળ જે બન્યું એ ખરેખર અવિશ્વસનીય હતું. બધાને શંકા થાય છે કે શું ખરેખર મૃત્યુ થયું હતું?
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકોને હસાવતો અને વિચારમાં પાડી દેતો રહ્યો છે. લોકો મજાકભરી ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે, જેમ કે “શાયદ તેને નર્કમાં સ્થાન ન મળ્યું”, તો કોઈએ લખ્યું “ભાઈને Chrome history યાદ આવી ગઈ હશે!”
હું કહી શકું એટલું કે, જો આ વીડિયો સાચો છે તો એવું લાગે છે કે જીવન પણ ક્યારેક ફિલ્મથી ઓછું નથી!