Cab Driver vs Passenger at Hindon Airport Video: ગાઝિયાબાદ હિંડોન એરપોર્ટ પર મુસાફર અને કેબ ડ્રાઇવર વચ્ચે વધ્યો વિવાદ, વીડિયો થયો વાયરલ
Cab Driver vs Passenger at Hindon Airport Video: ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટ પર કેબ ડ્રાઇવર અને મુસાફર વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. સામાન્ય રીતે આવા વિવાદોમાં ડ્રાઇવરો દોષિત ગણાતા હોય છે, પરંતુ આ ઘટનામાં મુસાફરની અભદ્રતા સામે લોકો ડ્રાઇવરનું સમર્થન કરતા જોવા મળ્યા છે.
વિગત મુજબ, એક કેબ ડ્રાઇવર બુકિંગ પર મુસાફરને એરપોર્ટ સુધી પહોંચાડવા ગયો હતો. જ્યારે મુસાફર પહોંચ્યો, ત્યારે તેણે ડ્રાઇવર પાસેથી પોતાનો સામાન ઉતારવાની માગણી કરી. ડ્રાઇવરે આ કામ શાંતિપૂર્વક કહેવામાં આવતું તો સહકાર આપવાનો સંકેત આપ્યો હતો, પરંતુ મુસાફરે અભદ્ર ભાષા વાપરીને ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી, જેને લઈને વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું.
ડ્રાઇવરે સ્પષ્ટ રીતે જણાવ્યું કે સામાન મૂકવું કે ઉપાડવું તેમની ફરજમાં આવતું નથી, જો વિનંતીથી કહેવાય તો મદદ કરી શકાય છે. વીડિયોમાં ડ્રાઇવર પણ સ્પષ્ટતાથી કહેતો જોવા મળે છે કે ‘હું તમારો નોકર નથી.’ જ્યારે મુસાફરોના જૂથમાંથી એક મહિલા એને જવાબ આપે છે કે ‘તમારી સેવા કોણ કરી રહ્યું છે? બોલવાની રીત શીખો.’
Kalesh b/w Passenger’s and Cab Driver at Ghaziabad Hindon Airport pic.twitter.com/GsXHEsIh7e
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 25, 2025
ડ્રાઇવર આખરે પોતાની કારમાં બેસી પુરાવા તરીકે વીડિયો બનાવીને કહે છે કે જ્યારે તેણે સામાન પોતે લેવા કહ્યુ, ત્યારે મુસાફરે તેની સાથે અશિષ્ટ વર્તન કર્યું અને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી. લગભગ 65 સેકન્ડનો આ વીડિયો લોકોમાં ચરમ ચર્ચાનો વિષય બન્યો છે.
વિડીયો @gharkekalesh દ્વારા X (હવે Twitter) પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ વ્યૂઝ અને 800થી વધુ લાઇક્સ મેળવી ચૂક્યો છે. તેમજ 50થી વધુ ટિપ્પણીઓ પણ આવી છે.
ટિપ્પણીઓમાં મોટાભાગના યુઝર્સ કેબ ડ્રાઇવરનું સમર્થન કરી રહ્યા છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે મુસાફરોએ પોતાનું કામ પોતે કરવાનું શીખવું જોઈએ. એક યુઝરે ટિપ્પણીમાં લખ્યું કે ‘મોટાભાગના કેબ ડ્રાઇવરો તો કારમાંથી ઊતરતા પણ નથી’, જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે ‘ડ્રાઇવર સંપૂર્ણપણે સાચો છે.’ એક અન્ય યુઝર કહે છે કે લોકોને નિર્ભરતા છોડીને સ્વાવલંબી થવું જરૂરી છે.