Cab Driver vs Passenger Over Location video: લોકેશન શેર કરવા મુદ્દે મહિલા મુસાફર અને કેબ ડ્રાઇવર વચ્ચે ઉગ્ર દલીલ, વીડિયો થયો વાયરલ
Cab Driver vs Passenger Over Location video: કેબમાં મુસાફરી દરમિયાન લોકેશન શેર કરવાની બાબતે મહિલા મુસાફર અને કેબ ડ્રાઇવર વચ્ચે ઉગ્ર વિવાદ થયો છે. વીડિયો પ્રમાણે, જ્યારે ડ્રાઇવરે પોતાનું લોકેશન કોઈ સાથે શેર કર્યું, ત્યારે મહિલા ગુસ્સે થઈ ગઈ. જોકે, ડ્રાઇવરે સ્પષ્ટતા આપી કે તેણે ફક્ત પોતાના પરિવાર સાથે જ લોકેશન શેર કર્યું છે, છતાં મહિલા વારંવાર પ્રશ્નો કરતી રહી.
વિવાદ એટલો ઊગ્ર બન્યો કે કેબમાં બેસેલી એક છોકરીએ ડ્રાઇવરને શાંત થવાની વિનંતી પણ કરી. પરંતુ બંને પક્ષો પોતાના સ્ટેન્ડ પરથી હટ્યા નહીં અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. કેટલાક મહિલાનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક તેને સ્ક્રિપ્ટેડ ગણાવી રહ્યા છે.
આ વીડિયો 24 એપ્રિલે @gharkekalesh હેન્ડલ દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો. દાવા અનુસાર, ઓલા કેબ ડ્રાઇવરે મહિલા મુસાફરનું પિકઅપ અને ડ્રોપ લોકેશન ફોન પર શેર કર્યું હતું. 1.15 મિનિટના વીડિયોમાં, મહિલા કેબ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠી છે અને લોકેશન શેર કરવાના મુદ્દે ડ્રાઇવરને સતત પ્રશ્નો પુછે છે.
Kalesh b/w a Cab Driver and Lady Passengers (Context in the clip) pic.twitter.com/dVztjtegMF
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 24, 2025
હમણાં સુધીમાં વીડિયોને 1.70 લાખથી વધુ વ્યૂઝ અને દોઢ હજાર જેટલી લાઇક્સ મળી ચૂકી છે, તેમજ સેંકડો ટિપ્પણીઓ આવી છે. એક યૂઝરે ટિપ્પણી કરી કે, “કારમાં GPS હોય છે, ફોન પર લોકેશન મોકલવું યોગ્ય નથી.” બીજાએ લખ્યું, “ડ્રાઇવરની ભૂલ છે.” જ્યારે કેટલાક યુઝર્સે આ લડાઈને સ્ક્રિપ્ટેડ ગણાવી છે. એક યૂઝરે તો લખ્યું કે, “આ લડાઈ પતિ-પત્ની જેવી લાગે છે!”
વિડિયો દરમિયાન કેબ ડ્રાઇવર કહે છે, “શું હું હવે ગાડી બાજુમાં પાર્ક કરું? શું હું હમણાં પોલીસને બોલાવું?” જવાબમાં મહિલા કહે છે, “તમે ફોન કરો, પરંતુ તમે લોકેશન કોને શેર કર્યું?” ડ્રાઇવર શાંતિથી જવાબ આપે છે કે તેણે માત્ર પરિવારના સભ્યોને માહિતી આપી છે. તે મહીલાને પડકાર આપી કહે છે કે જો નંબર પરિવારના સભ્યનો ન હોય તો એ જે ઇચ્છે તે કરી શકે છે. છતાં મહિલા દલીલ કરતી રહે છે.
પાછળ બેસેલી મુસાફર છોકરીઓ વારંવાર ડ્રાઇવરને શાંત થવાની વિનંતી કરે છે અને આગળ વધવા કહે છે. તેમ છતાં, આગળ બેઠેલા મહિલા અને ડ્રાઇવર બંને વચ્ચેની દલીલ યથાવત્ રહે છે.