Dadi Dance Video: શ્રીદેવીના ગીત પર વૃદ્ધ દાદીએ કર્યો ડાન્સ, તેમના હાવભાવ જોઈને દંગ, વીડિયો વાયરલ
Dadi Dance Video: આ દિવસોમાં, ‘હવા હવાઈ’ ગીત પર એક વૃદ્ધ દાદીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના ઉત્સાહ અને હાવભાવ જોઈને દંગ રહી ગયા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘ડાન્સિંગ દાદી’ તરીકે પ્રખ્યાત છે અને લાખો લોકોએ તેને લાઈક કર્યો છે.
Dadi Dance Video: દરરોજ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે જે હૃદયને સ્પર્શી જાય છે અને આપણા ચહેરા પર સ્મિત લાવે છે. તાજેતરમાં એક વીડિયો સમાચારમાં છે, જેમાં એક વૃદ્ધ દાદી શ્રીદેવીના પ્રખ્યાત ગીત ‘હવા હવાઈ’ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. તેમનો ડાન્સ એટલો શાનદાર અને જુસ્સાદાર છે કે બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ પણ તેમના હાવભાવ અને ઉર્જા સામે નિષ્ફળ જાય છે.
દાદીનો મજેદાર ડાન્સ
વિડિયોમાં દાદી કાળા રંગની સુંદર સાડી પહેરીને ‘હવા હવાઈ’ ગીત પર પોતાની અદાઓથી સૌનું ધ્યાન ખેંચી રહી છે. આ ગીત 1987ની સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’નું છે, જેને ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાની અવાજ આપી હતી. તે સમયે આ ગીત પર શ્રીદેવીનો શાનદાર પરફોર્મન્સ રહ્યો હતો અને આ ગીત આજે પણ દરેક ઉંમરના લોકોના દિલમાં વસેલું છે.
હવે આ દાદીના ડાન્સને જોઈને એવું લાગે છે કે તેમણે પણ આ ગીત પર એટલી જ સુંદરતા અને તાલમેલ સાથે પરફોર્મ કર્યું છે. દાદીના ડાન્સ સ્ટેપ્સ એટલા પરફેક્ટ અને એનર્જેટિક છે કે જોઈને એવુ લાગતું નથી કે તેમની ઉંમર એટલી વધુ છે. ખાસ વાત તો એ છે કે તેમના ચહેરાના એક્સપ્રેશન્સ છે, જે તેમના ડાન્સને વધુ મજેદાર અને જીવંત બનાવી દે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વીડિયો થયો ધમાકેદાર વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @ravi.bala.sharma નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને દાદી ‘Dancing Dadi’ તરીકે ફેમસ બનાવી ચૂક્યાં છે. આ એકાઉન્ટ પર તેમના અનેક ડાન્સ વિડીયો ઉપલબ્ધ છે, જે લાખો નહીં પણ કરોડો વાર જોવામાં આવ્યા છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને કમેન્ટ્સમાં યૂઝર્સ દાદીનું વખાણ કરતાં થાકતા નથી. એક યૂઝરે લખ્યું, “મને વિશ્વાસ નથી થતો કે આ ઉમરે પણ તેઓ એટલી ઊર્જા સાથે ડાન્સ કરી શકે છે.” ત્યારે બીજા યૂઝરે લખ્યું, “વાહ કમાલ છે, અમે તો 30ની ઉમરે ઘૂંટણના દુઃખાવાથી પીડાઈએ છીએ, પણ આ વીડિયોએ ખરેખર મોટિવેશન આપી દીધું.”