Dinosaur entered in haldi ceremony video: હલ્દી ફંક્શનમાં દુલ્હનની ડાયનાસોર એન્ટ્રી થઈ વાયરલ, લોકો થયા હસતા હસતા લોટપોટ
Dinosaur entered in haldi ceremony video: આજકાલના લગ્નો માત્ર રીવાજો પૂરતા સીમિત નથી રહ્યા, હવે લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે નવીનતા લાવવા લાગ્યા છે. કંઈક અનોખું અને મનમાં રહી જાય એવું કરવુ નવી પેઢીની ખાસ પસંદગી બની ગઈ છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં દુલ્હને પોતાની હલ્દી સમારોહમાં આવવાની રીતથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
વિડિયોમાં, દુલ્હન ડાયનાસોરના પોશાકમાં એન્ટ્રી લે છે, જેને જોઈને મહેમાનો પહેલા ચોકી જાય છે અને પછી હસતા હસતા લોટપોટ થઈ જાય છે. આ મજેદાર વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર @malkeetshergill દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેમાં કેપ્શન છે: “શું તમે ક્યારેય આવું કંઈ જોયું છે?”
વિડિયોના દ્રશ્યોમાં, દુલ્હન ડાયનાસોરનો પોશાક પહેરીને સાઈટ પર ધમાકેદાર એન્ટ્રી કરે છે અને પ્રસન્નતાથી ડાન્સ કરે છે. પાછળ શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાનું ટાઇટલ ટ્રેક વાગી રહ્યું છે. થોડી ક્ષણ બાદ દુલ્હન પોશાક ઉતારીને પોતાનો અવતાર પ્રગટ કરે છે અને સમગ્ર વાતાવરણમાં હસ્ય અને ખુશીની લહેર ફરી વળી જાય છે.
View this post on Instagram
આ વીડિયો અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે અને લોકોના મનમાં છવાઈ ગયો છે.
દર્શકો દ્વારા મળેલી પ્રતિક્રિયાઓ પણ ખૂબ રસપ્રદ રહી. એક યુઝરે લખ્યું: “લગ્ન આવી રીતે જ હોવા જોઈએ – ખુશી, મસ્તી અને યાદગાર ક્ષણો.” બીજાએ હાસ્યપૂર્વક ટિપ્પણી કરી: “આ દેશ ફોટા અને વીડિયો માટે કંઈ પણ કરી શકે છે.” જ્યારે એક અન્ય યુઝરે ઉમેર્યું: “વરરાજા એવો લાગતો હતો કે તે તૈયારી વગર હતો, પણ મજા આવી ગઈ!”
આ વીડિયો એ સાબિત કરે છે કે આધુનિક લગ્ન સમારંભમાં રિવાજો સાથે મજા અને સર્જનાત્મકતાનું મિશ્રણ હવે સામાન્ય બાબત બની ગયું છે. શું તમે ક્યારેય આવી અનોખી હલ્દી એન્ટ્રી જોઈ છે?