Dog rescued from tree: અમેરિકામાં એક ખૂબ જ ચોંકાવનારી અને રમુજી ઘટના પ્રકાશમાં
Dog rescued from tree: તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિવારને તેમના પાલતુ કૂતરાની શોધ કરતી વખતે તે ૩૫ ફૂટ ઊંચા ઝાડ પર મળ્યો.
Dog rescued from tree: અમેરિકામાં એક ખૂબ જ ચોંકાવનારી અને રમુજી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પરિવારને તેમના પાલતુ કૂતરાની શોધ કરતી વખતે તે ૩૫ ફૂટ ઊંચા ઝાડ પર મળ્યો. આ વિચિત્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી છે અને લોકો હવે આ કૂતરાને સુપર ડોગ કહી રહ્યા છે. આ ઘટના ૨૨ મેના રોજ બની હતી જ્યારે પરિવાર ઘરે પરત ફરતા તેમના પાલતુ કૂતરા લેડીને શોધી શક્યો ન હતો. આસપાસના વિસ્તાર અને આંગણામાં ઘણી શોધખોળ કર્યા પછી, પરિવારની નજર અચાનક ઝાડની સૌથી ઉપરની ડાળી પર પડી, જ્યાં લેડી ખુશીથી પૂંછડી હલાવીને બેઠી હતી.
૩૫ ફૂટ ઊંચા ઝાડ પરથી કૂતરાનું રેસ્ક્યૂ – વિડિયો વાયરલ!
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ ઝાડ પર ચડીને “લેડી” (કૂતરી) સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, જ્યારે નીચે બે મહિલાઓ ધાબળો ફેલાવીને ઊભી રહે છે – કે જો કૂતરો પડી જાય તો સુરક્ષિત પકડાય.
આ ઘટનાનો વિડિયો Instagram પર શેર થયો છે, જેને અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
View this post on Instagram
વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક પરિવાર ઘેર પાછા આવે છે, ત્યારે તેમને તગડો ઝટકો લાગે છે – પાળતુ કૂતરો ગાયબ! શોધખોળ પછી ખબર પડે છે કે તે તો ૩૫ ફૂટ ઊંચા ઝાડ પર ફસાઈ ગયો છે.
ગણિમત રહી કે કૂતરાને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો.
સોશિયલ મીડિયા પર મળ્યો જબરદસ્ત રિએક્શન
પરિવારે જણાવ્યું કે તેમણે ફાયર વિભાગ અને પ્રાણી બચાવ ટીમની મદદ માંગી હતી, પરંતુ કોઈ મદદ મળી ન હતી. વીડિયોમાં, એક મહિલા કહે છે, મને સમજાતું નથી કે મારો કૂતરો આટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચી ગયો. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, એવું લાગે છે કે કોઈ શિકારી પક્ષીએ તેને ઉપાડ્યો અને પછી તેને ઝાડ પર ફેંકી દીધો. બીજાએ મજાકમાં કહ્યું, આ સુપર ડોગ છે, તે સુપરમેનના ગ્રહ ક્રિપ્ટોનથી આવ્યો છે. બીજી એક ટિપ્પણી વાંચવામાં આવી, નાના કૂતરાઓને ખુલ્લામાં છોડવા ખતરનાક બની શકે છે, ખાસ કરીને જ્યાં શિકારી પક્ષીઓ હોય.