Elderly man wears 6 gold watches video: સોનાની ચેઈન, ત્રણ ઘડિયાળ અને લાલ પાઘડી પહેરેલા કાકાનો વિડિયો થયો વાયરલ
Elderly man wears 6 gold watches video: સોશિયલ મીડિયાની દુનિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિનો અંદાજ બધાને ચકિત કરી રહ્યો છે. સફેદ શર્ટ અને આછા રાખોડી પેન્ટમાં, હાથ પર ત્રણ ઘડિયાળ, ગળામાં સોનાની ચેઈનો, ખિસ્સામાં સોનાની 8 પેન ધરાવતાં આ વરિષ્ઠ નાગરિકે બસમાં બેઠા બેઠા લોકોનું ધ્યાન ખેંચી લીધું છે. માથા પર લાલ રંગની શોખીન પાઘડી અને મોબાઈલથી સંગીત સાંભળતાં તે વ્યક્તિના વિડીયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
આ અનોખો વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર આરતી સિંહે શેર કર્યો છે. વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ ખૂબ શાંતિથી બસમાં બેઠા છે અને તેમના ફોનના કવરમાં ઘણા કાર્ડ અને ફોટા દેખાય છે. બેકગ્રાઉન્ડમાં જૂના હિન્દી ગીત વગાડાતા વીડિયો એક અલગ જ માહોલ ઉભો કરે છે. કેપ્શનમાં લખાયું છે: “આ કાકા કદાચ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પણ તેઓ પોતાની સાથે સમય લઈને ચાલી રહ્યા છે.”
આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લાઇક્સ મળ્યાં છે અને શૅર પણ કરવામાં આવ્યો છે. લોકો કોમેન્ટ્સમાં મિક્સ પ્રતિસાદ આપી રહ્યા છે – કોઈ તેમને ઘડિયાળ અને પેન વેચનારો માને છે, તો કોઈ તેમને શોખીન કરોડપતિ ઉદ્યોગપતિ ગણાવે છે.
View this post on Instagram
એક યુઝરે લખ્યું: “મને કાકાની, ઘડિયાળ સારી લાગી છે.” બીજાએ કહ્યુ: “આ ઉંમરે પણ આ સરદારજી મહેનત કરે છે, શરમની વાત છે કે લોકો આવી મહેનત પર હસે છે.” એક યુઝરે મજાકમાં લખ્યું: “કાકા શેરબજારનું વૈશ્વિક સમય જોવે છે અને બોલી લગાવે છે.”
તેમને જોઇને એટલું તો સ્પષ્ટ થાય છે કે માણસનું વ્યક્તિત્વ તેના કપડાં કે ઘરેણાંથી નહી, પણ તેના અંદરના આત્મવિશ્વાસ અને શોખથી ઝલકે છે. વિડિયો જોઈને બહુ લોકોને લાગ્યું કે જો ખરેખર આ વ્યક્તિ મહેનત કરી રહ્યો હોય, તો તેને સન્માન આપવું જોઈએ, મજાક ન બનાવવી જોઈએ.