Elephant Attack Giraffe Video: જિરાફ પર હાથીનો તોફાની હુમલો, એક જોરદાર ઘા અને જીવલેણ પરિસ્થિતિ
Elephant Attack Giraffe Video: જંગલની દુનિયામાં હાથી તેની શાંતિ અને ભવ્યતા માટે ઓળખાય છે, પરંતુ જ્યારે તેનો ગુસ્સો ફાટી નીકળે છે ત્યારે તે સાવ ભયાનક બની જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એવું જ દ્રશ્ય જોવા મળ્યું છે, જેમાં એક ગુસ્સે ભરેલા હાથીએ જિરાફ પર એવો તોફાની હુમલો કર્યો કે તમામ લોકો હેરાન રહી ગયા.
વિડિયોમાં જોવા મળે છે કે એક જિરાફ પાણી પી રહ્યો છે અને એ જ સમયે એક હાથી તેની નજીક આવે છે. હાથી પોતાનું વર્ચસ્વ દાખવવા માટે પોતાના કાન ફફડાવે છે, જે એક પ્રકારની ચેતવણી હોય છે. પરંતુ જિરાફ એ ચેતવણીની અવગણના કરે છે અને ત્યાં જ ઉભો રહે છે. એ પછી હાથીનો ગુસ્સો બેકાબૂ થાય છે અને તે સીધો જ હુમલો કરે છે. તેના દાંત જિરાફને જોરદાર આઘાત પહોંચાડે છે.
હકીકતમાં, હાથીનો આ ઘા એટલો તીવ્ર હતો કે જિરાફના પેટ પર ગંભીર ઈજા થાય છે અને તે ઇજા એટલી ઘાતક બની જાય છે કે આંતરડા બહાર આવી જાય છે. હકીકત એટલી ભયાનક હતી કે વીડિયો જોનારાઓના પણ રુવાંટા ઊભા થઈ જાય છે. ઘાયલ જિરાફ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી દોડી જાય છે.
આ ઘટના તાજેતરમાં આફ્રિકાની એક સફારી ટૂર દરમિયાન બની હતી અને ત્યાં હાજર એક પ્રવાસીએ આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું. ત્યારબાદ, આ વીડિયો યુટ્યુબ ચેનલ ‘લેટેસ્ટ સાઈટિંગ્સ’ પર અપલોડ કરાયો અને લાખો વ્યૂઝ સાથે વાયરલ થયો છે.
આ ઘટનાથી એકવાર ફરી સાબિત થાય છે કે જંગલના નિયમો જુદા છે – અહીં શાંતિની પાછળ છુપાયેલૂ તોફાન ક્યારે ફાટી નીકળે, એ કહેવું મુશ્કેલ છે.