Family Falls into Grave During Funeral Video: અંતિમ સંસ્કારમાં અફરાતફરી, શબપેટી સાથે કબરમાં પડ્યા પરિવારજનો
Family Falls into Grave During Funeral Video: ફિલાડેલ્ફિયા શહેરમાં એક અંતિમ વિદાયનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો જ્યારે શબપેટી સાથે મૃતકના પરિવારજનો કબરમાં ખસી પડ્યા. આ હાદસો એટલો અચાનક અને વિચિત્ર હતો કે શોકના માહોલમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
21 માર્ચના રોજ, બેન્જામિન એવિલ્સ નામના વ્યક્તિનું તેમના ઘર પર હૃદયરોગના કારણે અવસાન થયું હતું. 22 માર્ચે ગ્રીનમાઉન્ટ કબ્રસ્તાન ખાતે તેમના દફનવિધિ દરમિયાન, આખો પરિવાર શબપેટી લઈને કબર તરફ જઈ રહ્યો હતો ત્યારે કબ્રની નજીકની જમીન અચાનક ધસી પડતા શબપેટી અને પરિવારના કેટલાક સભ્યો નીચે ખસી પડ્યા.
આ દુર્ઘટનામાં મૃતકનો પુત્ર બેન્જામિન ગંભીર રીતે ઘવાયો. તે શબપેટીના નીચે ફસાઈ ગયો અને બેભાન હાલતમાં કાદવમાં પડ્યો. તેણે શ્વાસ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો. પરિવારની એક સભ્યા મેરીબેલ રોડ્રિગ્ઝે જણાવ્યું કે ઘટનાના સમયે કોઇ સમજી પણ નહીં શક્યું કે શું થઇ રહ્યું છે.
NEW: Deceased man’s son gets trapped under his father’s casket after a platform collapsed, taking the entire family into the grave.
That’s unfortunate.
The incident happened at a funeral in Philadelphia for Benjamin Aviles who passed away in late March.
When the pallbearers… pic.twitter.com/0Zha1mnKnN
— Collin Rugg (@CollinRugg) April 8, 2025
આ દુર્ઘટનામાં કેટલાક લોકોને હાથ, પગ અને પીઠ પર ઇજા પહોંચી. દુખદ વાત એ છે કે શોકભર્યા આ પ્રસંગે પરિવારે જે શાંતિની આશા રાખી હતી, તે એક દુઃખદ અનુભવમાં ફેરવાઈ ગઈ.
મૃતકના પરિવારજનો કબ્રસ્તાન અને અંતિમ સંસ્કાર ગૃહ સામે ગંભીર આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કબ્રની તૈયારી યોગ્ય ન હતી અને પરિણામે આવી ગંભીર ઘટના બની. તેઓએ માફી અને વળતરની માંગણી પણ કરી છે.
આ વિડિયો @CollinRugg દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો, જેને 66 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આ ઘટનાને હૃદયદ્રાવક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યાં છે.