Fire and Wheel Burst During Landing Video: ફ્લોરિડાથી પ્યુઅર્ટો રિકો જતી ફ્લાઇટમાં અચાનક આગ, 228 મુસાફરોના જીવ જોખમમાં
Fire and Wheel Burst During Landing Video: અમેરિકામાં એક રોમાંચક ઘટના બની, જ્યાં ઉડતી ફ્લાઇટમાં અચાનક આગ લાગતાં મુસાફરોમાં ખળભળાટ મચી ગયો. ઓર્લાન્ડો (MCO)થી સાન જુઆન (SJU) જતી ફ્રન્ટિયર એરલાઇનની ફ્લાઇટ A320-251NPના ડાબા બાજુના એન્જિનમાં ઉડાન દરમિયાન આગ ભભૂકી હતી.
15 એપ્રિલે બનેલી આ ઘટના ત્યારે ઊભી થઈ જ્યારે વિમાન પ્યુઅર્ટો રિકોના લુઈસ મુનોઝ મારિન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરવાનું હતું. અંદાજે 228 મુસાફરોને લઈને આવી રહેલું વિમાન લેન્ડિંગ સમયે ખોટી જ દિશામાં વળ્યું અને આગમચેતાગીરીના પગલે આગળનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે સમગ્ર વિમાનનું સંતુલન ખોરવાઈ ગયુ.
મેલાની ગોન્ઝાલેઝ વ્હાર્ટ નામની મુસાફરે ફેસબુક પર પોતાના અનુભવ શૅર કરતા લખ્યું હતું કે, “ઉતરાણ અતિશય જોરદાર અને અસ્થિર હતું. ટાયર ફાટી ગયું અને તરત જ આગ લાગી ગઈ. એ સમયે લાગ્યું કે હવે બધું ખતમ થવાના આરે છે.” તેણે વિન્ડો સીટ પરથી બહાર નજરે પડતા દ્રશ્યોનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં વિમાનના નીચેથી ધૂમાડો અને આગ જોઈ શકાય છે.
A Frontier Airlines Airbus A320-251NP aircraft operating flight to San Juan (SJU) from Orlando (MCO) suffered malfunction to its left engine (Number 1/ Port side) as passengers experienced moments of panic after seeing the engine spitting flames from the exhaust.
However, the… pic.twitter.com/7o5T9tV42q
— FL360aero (@fl360aero) April 16, 2025
મીડિયા અહેવાલ અનુસાર, જ્યારે વિમાનનું ટાયર તૂટી ગયું ત્યારે પાઇલટે પહેલી જ વાર લેન્ડિંગ કરતા તરત વિમાનને પાછું ઉડાડવું પડ્યું. ત્યારબાદના પ્રયત્નમાં વિમાન મુશ્કેલી છતાં સુરક્ષિત રીતે ઊતર્યું. @fl360aero દ્વારા X પર પોસ્ટ કરાયેલ વિડિયોમાં પોર્ટ સાઇડ એન્જિનમાંથી નીકળતી આગ જોઈ શકાય છે.
સૌથી રાહતની વાત એ છે કે તમામ મુસાફરો અને ક્રૂ સદસ્યો સલામત છે. ફ્લાઇટ CFMI LEAP-1A એન્જિનથી ચલાવાતી હતી અને અંતે વિમાન સફળતાપૂર્વક રનવે પર ઉતરી ગયું. સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં મુસાફરો, ખાસ કરીને બાળકોના ચીસો અને રૂદન પણ સાંભળવા મળે છે, જ્યારે તસવીરોમાં વિમાનના આગળના લેન્ડિંગ ગિયરનું એક વ્હીલ પણ ગાયબ જોવા મળે છે.
આ ઘટનાએ ફરી એક વાર ફ્લાઇટ સલામતી અને તકેદારીના મુદ્દાઓને ચર્ચામાં લઈ આવ્યાં છે.