Foreign Girls Favorite Indian Song Video: વિદેશી યુવતીએ ભારતનું મનપસંદ ગીત કહ્યું, પણ સાંભળીને બધા હસતાં હસતાં લોટપોટ થઈ ગયા
Foreign Girls Favorite Indian Song Video: સોશિયલ મીડિયા આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે, જ્યાં રોજ કંઈક નવું અને રસપ્રદ જોવા મળે છે. કેટલાક વીડિયો આનંદ આપે છે, તો કેટલાક વિચારવા મજબૂર કરે છે. હાલમાં, આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિદેશી મહિલાનો જવાબ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વીડિયો એક વિદેશી મહિલા વિશે છે, જેને પૂછવામાં આવ્યું કે ભારતની યાત્રા દરમિયાન તેને કયું ભારતીય ગીત સૌથી વધુ ગમ્યું? તેના જવાબને સાંભળીને લોકો હસી પડ્યા!
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુટ્યુબર એક વિદેશી મહિલાને રાજસ્થાનમાં પૂછે છે કે તેને અહીંનું કયું ગીત ગમ્યું. લોકો માનતા હતા કે તે કોઈ રાજસ્થાની લોકગીત અથવા બોલીવૂડ સોંગનું નામ લેશે, પરંતુ તેના જવાબે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેણે કહ્યું કે તેને ‘કચરા’ ગીત ગમે છે!
View this post on Instagram
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @sharmayogendraofficial એકાઉન્ટ પરથી અપલોડ થયો હતો અને તે ખૂબ જ પ્રચલિત થયો છે. 15 લાખથી વધુ લોકોએ આ ક્લિપ જોઈ છે અને 41 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘વિદેશીઓને ભારતનું આ ગીત ગમે છે, તમે સાંભળશો તો હસવાનું રોકી નહીં શકો!’
વાયરલ ક્લિપ પર અનેક રસપ્રદ ટિપ્પણીઓ આવી છે. કેટલાંક લોકો મહિલાની મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે સંગીતની પસંદગી વ્યક્તિગત હોય છે!