Girl Climbs On The Wall Video: દીવાલ પર ચઢતી યુવતીનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘સ્પાઈડર વુમન’
Girl Climbs On The Wall Video: સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી પોતાની ચપળતા અને હિંમતથી લોકોને ચોંકાવી રહી છે. આ વીડિયોમાં, લાલ કપડાં પહેરેલી યુવતી બે ઘરોની નજીકની દિવાલો વચ્ચે ઉભી છે. થોડી જ પળોમાં, તે સ્પાઈડર-મેન જેવી શૈલીમાં દોડે છે અને દીવાલ પર ચડીને છત સુધી પહોંચી જાય છે.
વિડિયોમાં જે હળવાશથી તે દિવાલ પર ચડી જાય છે, તે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી શકે. આ સ્નાયુશક્તિ અને સંતુલનના ખતરનાક સંયોજનને જોઈને, લોકો હવે તેને ‘સ્પાઈડર વુમન’ અને ‘વન્ડર વુમન’ કહી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને લાખો લોકો જોઈ ચુક્યા છે. અનેક લોકોએ રમુજી ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, ‘શું આપણી ઘરની દીવાલો હવે સુરક્ષિત છે?’ તો બીજા યુઝરે મજાકમાં કહ્યું, ‘માર્વેલ સ્ટુડિયો હવે ચિંતિત લાગે છે!’
વિડિયોની લોકપ્રિયતા એ સાબિત કરે છે કે આવાં નાટકીય અને ખતરનાક સ્ટંટ લોકોને ખૂબ જ ભાવતા હોય છે. જો કે, આવી હરકતો પ્રભાવશાળી હોવા છતાં, તેની નકલ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.