Girl falls on the road: ફાટક બંધ, પણ ‘પાપા કી પરી’ રોકાઈ નહીં! બાહુબલી બનવાનું સપનું ધૂળમાં મળી ગયું!
Girl falls on the road: સોશિયલ મીડિયામાં દરરોજ અનેક રસપ્રદ અને આશ્ચર્યજનક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે, તો કેટલાક અચંબિત કરી મૂકે છે. તાજેતરમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જે જોનારાને ચોંકાવી દે છે અને સાથે હસાવવાનું કામ પણ કરે છે. ખાસ કરીને, જે લોકો ઉતાવળમાં રહે છે અને પોતાના સુરક્ષાની પણ પરવા કરતા નથી, માટે આ વીડિયો એક સીખ સમાન છે.
સાવધાની ભૂલવી પડી ભારે!
વાયરલ વીડિયોમાં એક યુવતી રેલ્વે ફાટક પરથી પસાર થવા માટે એક અસામાન્ય પ્રયાસ કરતી જોવા મળે છે. રેલ્વે ક્રોસિંગ પર ગેટ બંધ હોવા છતાં, અન્ય રાહ જોતા લોકોને અવગણીને, આ યુવતીએ પોતાની સ્કૂટી સાથે ફાટક ઉંચકવાનો પ્રયાસ કર્યો. થોડીક સેકન્ડ માટે તે સફળ રહી, પરંતુ જ્યારથી તે નીકળવા લાગી, એજ સમયે દરવાજો અચાનક નીચે પડી ગયો અને તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠી. પરિણામે, તે સ્કૂટી સાથે જમીન પર પડી ગઈ, અને તેના સાથેના સામાન પણ ત્યા જ છૂટી ગયો.
View this post on Instagram
વિડિયો જોયા બાદ લોકો હસ્યા અને ચેતવણી આપી
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર bambang.soesatyo એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 1.9 કરોડથી વધુ લોકોએ તે જોયો છે. ઘણા લોકોએ આ ઘટનાને હસવામાં મૂકી છે, જ્યારે કેટલાક યુઝર્સે કટાક્ષ કરતા લખ્યું કે “ઉતાવળ હંમેશા ખતરનાક સાબિત થાય છે!” તો અન્ય એક યુઝરે લખ્યું, “આને કહેવાય ‘પાપા કી પરી’ નો overdose!”
સાવધાની રાખવી જરૂરી!
આ વીડિયો માત્ર મજા માણવા માટે જ નહીં, પણ સાવધાની અને નિયમોનું પાલન કરવાની ચેતવણી તરીકે પણ જોવો જોઈએ. ઉતાવળ અને અવિચારી નિર્ણય ઘણીવાર પોતાને જ નુકસાન પહોંચાડી શકે છે.