Groom attends customer call during bride welcome: લગ્નના તરત પછી બિઝનેસ મોડમાં દાખલ થયો વરરાજા, દુકાનદાર વરરાજાનો રમુજી વિડીયો થયો વાયરલ
Groom attends customer call during bride welcome: ઘણા લોકો માને છે કે દુકાનદારોનું જીવન સરળ હોય છે – સવારે દુકાન ખોલવી, સાંજે બંધ કરવી અને કોઈ તણાવ વગર જીવવું. પણ હકીકત એ છે કે નાના વેપારીઓની મહેનત અને જવાબદારીઓ ખૂબ મોટી હોય છે. તહેવાર હોય કે લગ્ન, નાના વેપારીઓ માટે કામ પ્રથમ હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વરરાજા પોતાના લગ્ન પછી પણ કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ખુશ્બુ (imkhushboo__2.o) અને આશ્રય અરોરા (aashray__arora)એ લગ્ન કર્યા. વિદાય પછી જ્યારે નવી નવવધૂ ખુશ્બુ પહેલીવાર સાસરિયે પહોંચે છે, ત્યારે પરંપરાગત રીતે તેનું સ્વાગત થાય છે. એ દરમિયાન ઘરમાં પ્રવેશ આરતી ચાલી રહી હોય તેટલામાં વરરાજા આશ્રયનો ફોન વાગે છે.
View this post on Instagram
ફોન ઉપાડતા જ આશ્રયનો જવાબ હોય છે, “આજે દુકાન બંધ છે, કાલે ખુલશે.” ત્યારબાદ ફોન પર ગ્રાહક ભાવ પૂછે છે તો તરત વરરાજા કહે છે, “૧૮૦.” પરિવારના સભ્યો આ દ્રશ્ય જોઈને હસી પડે છે. ત્યાં ઊભેલી નવી નવવધૂ ખુશ્બુ પણ પોતાનું હાસ્ય રોકી શકતી નથી. છેલ્લે પરિવારનો એક સભ્ય ફોન હાથમાં લઈ લે છે.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. 2 કરોડથી વધુ વ્યૂઝ મળેલા આ વીડિયોને યુઝર્સ બહુ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પહેલા કામ, પછી આરામ.” બીજાએ મજાકમાં કહ્યું, “લક્ષ્મી ઘરમાં આવી છે, હવે તો ધંધો ચાલશે જ!”
આ હળવી ઘટનાએ સાબિત કરી દીધું કે નાના વેપારીઓ માટે કામ એક ઈમાનદારી છે, જે અવસર કે પ્રસંગ જોઈને રોકાતું નથી.