Groom Cancels Wedding Over Dowry Video: દહેજ વિવાદના કારણે વરરાજાએ લગ્ન તોડી નાંખ્યાં, વાયરલ વીડિયો જોઈને યુઝર્સે કહ્યું – છોકરીનું ભવિષ્ય બચી ગયું!
Groom Cancels Wedding Over Dowry Video: દહેજ એક એવી સામાજિક પ્રથા છે જે આજે પણ ભારતના ઘણા વિસ્તારોમાં કાયમ છે, ભલે તેને અપરાધ માનવામાં આવે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દહેજ વિવાદના કારણે એક વરરાજાએ લગ્નની વિધિ અધવચ્ચે તોડી નાંખી. ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ લોકોને ઝંઝોળી નાખ્યા છે અને દહેજ પ્રથાની નિંદા કરતા અનેક ટિપ્પણીઓ પણ આવી રહી છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા તિલક પ્રસંગ દરમિયાન અચાનક ગુસ્સે થઇ જાય છે. પહેલા તો તેણે પોતાની ગળાની માળા તોડી નાખી અને પછી પગ પર લાતો મારીને આસપાસના લોકોને ચોંકાવી દીધા. જ્યારે તેને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તે ઊંચા અવાજે કહી રહ્યો હતો, “મારે લગ્ન નથી કરવા.” તેને શાંત પાડવા માટે હાજર લોકો એકત્રિત થાય છે, પરંતુ વરરાજાનો ગુસ્સો ઓસરતો નથી.
Kalesh over not getting Dowry (Groom got angry for not getting dowry, left marriage rituals in middle) Bareilly pic.twitter.com/gfKf4ew4tY
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 11, 2025
આ વીડિયો માત્ર 49 સેકન્ડનો છે પરંતુ તેનો પ્રભાવ ઘેરો છે. @gharkekalesh નામના એક એક્સ યૂઝરે આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું – “બરેલીમાં દહેજના વિવાદને કારણે વરરાજાએ લગ્નનો ઇનકાર કર્યો.” વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લાઈક્સ તથા ટિપ્પણીઓ મળી છે.
વિડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે છોકરી માટે એ સદભાગ્યની વાત છે કે લગ્ન પહેલાં જ આવા વ્યક્તિથી છૂટકારો મળી ગયો. એક યુઝરે તો ઉગ્ર ટિપ્પણી કરી – “આ છોકરો વરરાજા નહીં પરંતુ બેહુદા વર્તન કરતો વ્યક્તિ છે, જેને લગ્નનો અર્થ જ ખબર નથી.”
દહેજ સંબંધિત મુદ્દે હાલમાં લાગુ થયેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો 93, 104 અને 107 અંતર્ગત દંડ અને 5 વર્ષની જેલની જોગવાઈ છે, છતાં હકીકત એ છે કે સમાજમાં આજે પણ દહેજને કારણે આવા ગંભીર કેસો સામે આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સમૂહે વિચારવા માટે મજબૂર કર્યું છે કે શું સમાજ ખરેખર આગળ વધી રહ્યો છે કે આપણે હજુ પણ જૂની, અનૈતિક પ્રથાઓમાં જ ઝંકાયેલા છીએ?