Gulab Jamun Scam Viral Video: દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે છેતરપિંડી, ₹20 ના ગુલાબ જામુન માટે ₹200 વસૂલ્યા! વીડિયો થયો વાયરલ
Gulab Jamun Scam Viral Video: વિદેશી પ્રવાસીઓ સાથે વધુ ભાડું વસૂલવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. તાજેતરમાં, એક ઓસ્ટ્રેલિયન પ્રવાસી લ્યુકે દિલ્હી ખાતે એક શેરી ફૂડ વેચનાર પાસેથી ગુલાબ જામુન ખરીદ્યો, જ્યાં તેની સાથે કૌભાંડ થયું. વેચનારને જ્યારે કિંમત પૂછવામાં આવી, ત્યારે તેણે ₹20 ના ગુલાબ જામુન માટે ₹200 માગ્યા. મુસાફરે આ ઘટનાનો લાઈવ વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઈ રહ્યો છે.
લ્યુકે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “ભારતમાં આ માણસથી દૂર રહો.” આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ વેચનારની ભારે ટીકા કરી. કેટલાક યુઝર્સે કહ્યું કે આવી છેતરપિંડી ભારતની છબીને ખરડાય છે, જ્યારે અન્ય લોકોએ મુસાફરોને સાવચેત રહેવાની સલાહ આપી.
View this post on Instagram
કેટલાક યુઝર્સે કમેન્ટ કરી, “માફ કરજો સાહેબ,” તો એક યુઝરે લખ્યું, “કર્મ પાછું આવશે, એક દિવસ આવી છેતરપિંડી બંધ થશે.”
આવા કિસ્સાઓ નવી વાત નથી. ખાસ કરીને પર્યટન સ્થળો પર, વિદેશી પ્રવાસીઓ સાથે આવું બનતા જોવા મળે છે. યાત્રીઓએ સાવચેત રહેવું જરૂરી છે, જેથી તેઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર ન બને.