Indigo Airlines Scam Viral Post : ઈન્ડિગો પર કૌભાંડનો આરોપ: 15 કિલો બેગ માટે વધારાના 4200 રૂપિયા વસૂલ્યા
Indigo Airlines Scam Viral Post : IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઈશાએ ઈન્ડિગો એરલાઈન્સ પર ગંભીર આરોપ લગાવ્યો છે..LinkedIn પર એક પોસ્ટમાં ઈશાએ પોતાનાં અનુભવને કૌભાંડ ગણાવ્યું છે, જેમાં દાવો કર્યો કે 15 કિલો બેગ હોવા છતાં, કંપનીએ 4200 રૂપિયા વધારાના ચાર્જેસ વસૂલી લીધા.
ઈશા, જે હાલમાં બેંગલુરુમાં રહે છે, તેમણે લખ્યું, “ઈન્ડિગો એક કૌભાંડ છે!” તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીથી બેંગલુરુ જવાના પ્રવાસ દરમિયાન, ચેક-ઈનમાં તેમને જણાવવામાં આવ્યું કે તેમનાં બેગનું વજન 7 કિલો વધારે છે. પરંતુ ઘરે કન્ફર્મ કરેલા વજન પ્રમાણે તેમની બેગ માત્ર 15 કિલોની જ હતી, જે મંજૂર વજનની અંદર છે.
બીજી વખત બેગ તોલતાં ભૂલ સામે આવી
ઈશાએ વધુમાં જણાવ્યું કે બોર્ડિંગ માટે તાકીદ હોવાથી તેમણે વધારાનું વજન સમજીને 4200 રૂપિયા ચૂકવ્યા, પણ બેંગલુરુ પહોંચીને બેગ ફરી તોલતાં વજન 15 કિલો જ હતું. બેંગલુરુમાં ઈન્ડિગો સ્ટાફે તેમની ભૂલ સ્વીકારી હતી અને ઈશાને ઈમેલ આઈડી આપવામાં આવ્યું હતું જેથી તેઓ ફરિયાદ આગળ વધારી શકે.
ફરિયાદ પછી પણ રિફંડ નહીં મળતાં નારાજગી
ઈશા દ્વારા અનેક કોલ્સ અને મેઈલ મોકલાવામાં આવ્યા છતાં રિફંડ ન મળતાં તેમણે ઈન્ડિગોની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે અન્વેષણ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રકારની સમસ્યા અન્ય લોકો સાથે પણ થઈ છે.
ઈન્ડિગોનું નિવેદન
આ મામલે ઈન્ડિગોએ ટિપ્પણી કરતા કહ્યું કે, “અમે ટ્વિટર પર તમારી પોસ્ટનો જવાબ આપી ચુક્યાં છીએ અને એક જ પ્લેટફોર્મ પર પ્રતિસાદ આપવા વિનંતી કરીએ છીએ.”
ઈશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યાં યુઝર્સ ઈન્ડિગો પર પ્રખર ટિકા કરી રહ્યાં છે. શું આ કિસ્સો કસ્ટમર સર્વિસ માટે મોટો સવાલ ઉભો કરે છે? તમારા વિચાર કોમેન્ટ કરીને વ્યક્ત કરો.