IShowSpeed Meets Chinese Robot Video: IShowSpeed નો ચીન પ્રવાસ અને રોબોટ સાથેનો અનોખો અનુભવ
IShowSpeed Meets Chinese Robot Video: પ્રખ્યાત અમેરિકન યૂટ્યુબર IShowSpeed, જેનું સાચું નામ ડેરેન વોટકિન્સ જુનિયર છે, હાલમાં ચીનની સફરે છે. 24 માર્ચથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન તેણે શાંઘાઈ, બેઇજિંગ અને ચોંગકિંગ જેવા શહેરોની મુલાકાત લીધી છે. આ પ્રવાસમાં તે ચીની સંસ્કૃતિ, ખોરાક અને લોકો સાથે અનુભવતો જોવા મળે છે.
આ દરમિયાન એક અદ્દભુત ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે IShowSpeed ને ચીનનો ‘સૌથી અદ્યતન માનવ રોબોટ’ મળ્યો. રોબોટના ડાન્સને જોઈને તે આશ્ચર્યચકિત રહી ગયો. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં IShowSpeed રોબોટ સાથે વાતચીત કરે છે, નૃત્ય કરે છે અને બેકફ્લિપ્સ પણ કરે છે.
Speed with the most advanced robot in China that can do everything
pic.twitter.com/9MVopOkOBs— Speedy Updates (@SpeedUpdates1) April 5, 2025
વાયરલ થતો બીજો વીડિયો પણ લોકોએ પસંદ કર્યો છે, જેમાં એક કાર્યક્રમ દરમિયાન રોબોટ ડાન્સ કરતા કરતાં અચાનક પડી જાય છે. IShowSpeed તરત જ દોડી આવે છે અને ભયથી પૂછે છે, “તમે ઠીક છો?” એની આ લાગણીસભર પ્રતિક્રિયાએ લોકોના દિલ જીતી લીધા.
રોબોટ સાથેની વાતચીત અને તેની અદ્યતન ટેકનોલોજી જોઈને લોકો આશ્ચર્યમાં છે. ઘણા યૂઝર્સે પોતાની પ્રતિક્રિયાઓમાં લખ્યું કે ચીનની ટેકનોલોજી ખરેખર અત્યંત આગળ વધી ચૂકી છે.
Speed watches a dancing robot in front of him in China
pic.twitter.com/TMW8bqYHHl— Speedy Updates (@SpeedUpdates1) April 5, 2025
IShowSpeed, તેના મોજશોખ અને અનોખા પ્રતિક્રિયાઓ માટે જાણીતા યુટ્યુબર છે. YouTube પર 38 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા આ યુવાને 2016 માં ચેનલ શરૂ કરી હતી અને આજે તે એક લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ બની ચૂક્યો છે.