Labubu Dolls Viral: આટલી ડરામણી ઢીંગલી! આખી દુનિયા લાબુબુ ડોલ્સ લોકપ્રિય કેમ થઈ ?
Labubu Dolls Viral: લાબુબુ ઢીંગલી એક વિચિત્ર અને ડરામણી પણ સુંદર દેખાતી ઢીંગલી છે, જેની આંખો મોટી અને અણીદાર દાંત છે. 2015 માં બનેલી આ ઢીંગલી સોશિયલ મીડિયા અને સેલિબ્રિટીઝ દ્વારા વાયરલ થઈ હતી. લોકો તેના બ્લાઇન્ડ બોક્સ સરપ્રાઇઝ અને અનોખા દેખાવથી દિવાના થઈ ગયા છે.
Labubu Dolls Viral: આજકાલ ઇન્ટરનેટ પર એક ખાસ પ્રકારની ઢીંગલીનો ક્રેઝ છે, જેનું નામ લાબુબુ ઢીંગલી છે. આ ઢીંગલીઓ સુંદર લાગે છે, પરંતુ તે જ સમયે તેમનો દેખાવ થોડો ડરામણો અને વિચિત્ર છે. પહોળી મોટી આંખો, અણીદાર દાંત અને વિવિધ રંગો અને ડિઝાઇન સાથે, આ ઢીંગલીઓએ લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ લાબુબુ ઢીંગલી શું છે? અને તે આટલી લોકપ્રિય કેમ થઈ છે? ચાલો જાણીએ આખી વાર્તા.
લાબુબૂ ડોલનો જન્મ કઈ રીતે થયો?
લાબુબૂ ડોલની શરૂઆત હાંગકાંગના કલાકાર કાસિંગ લંગના મગજમાંથી થઈ હતી. તેમણે 2015માં “દ મોન્સ્ટર” નામની પિક્ચર બુક સીરિઝ બનાવેલી હતી. આ પુસ્તકે એક ખાસ પાત્ર લાબુબૂ હતું, જે પછી આ ડોલ્સનું રૂપ ધારણ કરી ગયું. કાસિંગ લંગે તેને એટલું વિશેષ બનાવ્યું કે લોકો તેને જોઈને ડર પણ જાય અને પ્રેમ પણ અનુભવતા હોય.
View this post on Instagram
આ ડોલ્સની ખાસિયત શું છે?
લાબુબૂ ડોલ ખાસ પ્રકારના બ્લાઇન્ડ બોક્સમાં વેચાય છે. તેનો અર્થ એ કે જ્યારે તમે ડોલ ખરીદો છો, ત્યારે તમને ખબર નહીં પડે કે તમારા બોક્સમાં કઈ ડોલ આવશે. આ એક પ્રકારનો સરપ્રાઈઝ હોય છે, જેના કારણે લોકો તેને વારંવાર ખરીદવા માટે ઉત્સાહિત રહે છે. આ રીત આ ડોલ્સની લોકપ્રિયતાનું મોટું કારણ બની છે.
View this post on Instagram
લાબુબૂ ડોલ્સના ચાહકો કોણ કોણ છે?
લાબુબૂ ડોલ્સની લોકપ્રિયતા 2024 માં ખૂબ ઝડપથી વધી હતી. જ્યારે કે-પોપ સ્ટાર લીસાએ પોતાના સોશિયલ મીડિયા પર આ ડોલ્સની તસવીર શેર કરી, ત્યારથી આ ફેશન સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. ત્યારબાદ હોલીવૂડ સિંગર રિહાના, દવા લિપા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ આ ટ્રેન્ડમાં જોડાયા. આ ડોલ્સ હવે માત્ર બાળકો માટે નહીં, મોટા લોકોમાં પણ ખુબ પ્રિય બન્યા છે. આ ડોલ્સ ચીનની કંપની Pop Mart દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીના સ્થાપક અને CEO વાંગ નિંગની સંપત્તિ આ ડોલ્સની કારણે ઘણા અબજ ડોલર સુધી પહોંચી છે. ફોર્બ્સની રિપોર્ટ મુજબ, તેમની કુલ દોલત લગભગ 18.7 બિલિયન ડોલર છે.