Lion Viral Video: ગાડીની બારી બહાર સિંહ દેખાતા ગલુડિયું ડરી ગયું, વીડિયો વાયરલ, લાખો વ્યૂઝ મળ્યા!
Lion Viral Video: સિંહ એક ખતરનાક પ્રાણી છે. પરંતુ કેટલાક લોકો જે પ્રાણીઓના શોખીન છે તેઓ તેને પોતાના પાલતુ પ્રાણી તરીકે પણ રાખે છે. આવી સ્થિતિમાં, વાયરલ વીડિયોમાં કારની બારી બહાર હાથ લંબાવીને બેઠેલો સિંહ પણ પાલતુ પ્રાણી હોય તેવું લાગે છે. પરંતુ તેની બાજુમાં કારમાં બેઠેલુ ગલુડિયું સિંહને જોઈને ગભરાઈ જાય છે.
In Dubai, a man who goes for a drive with his cat meets a man who goes for a drive with his lion. pic.twitter.com/6dbE8D7hKz
— The Figen (@TheFigen_) February 19, 2025
અત્યાર સુધીમાં આ વીડિયોને 1 કરોડ 29 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે પોસ્ટ પર 1 હજારથી વધુ ટિપ્પણીઓ છે. આ વિડીયો X પર @TheFigen_ નામના યુઝરે પોસ્ટ કર્યો હતો, જેમણે લખ્યું હતું કે – દુબઈમાં, એક માણસ જે તેની બિલાડી સાથે ફરવા જાય છે તે એક માણસને મળે છે જે તેના સિંહ સાથે પ્રવાસ પર છે.