Mahakumbh 2025 : વિદેશી યુવતીઓનો કાલભૈરવાષ્ટકમ પાઠ: સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનું પ્રતીક
Mahakumbh 2025 : પ્રયાગરાજ મહાકુંભ 2025માં એક અનોખું દ્રશ્ય સામે આવ્યું, જ્યાં ઇટાલીની યુવતીઓના જૂથે કાલભૈરવાષ્ટકમ પાઠ કરીને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની સંસ્કૃત શ્લોકોના સચોટ ઉચ્ચારણ અને નિષ્ઠાએ ભારતીય પરંપરાની મહાનતા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રભાવને વધુ ઉજાગર કર્યો.
વિડિયો વાયરલ:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં વિદેશી યુવતીઓ સંસ્કૃત શ્લોકો ગાતા જોવા મળે છે, જે ભારતીય સાંસ્કૃતિક ઐતિહાસ સાથે તેમની જડતાને દર્શાવે છે. @MahaaKumbhX હેન્ડલ દ્વારા શેર કરાયેલા આ વિડિયોએ લાખો વ્યૂઝ અને અનેક પ્રશંસાત્મક ટિપ્પણીઓ મેળવી છે.
सभी विदेशी आगंतुकों #MahaKumbh2025 में स्वागत है ।#Mahakumbh में पहुंची विदेशी युवतियों ने किया कालभैरवाष्टकम का पाठ ।। pic.twitter.com/O0c6TKL3HE
— MahaKumbh 2025 (@MahaaKumbh) January 13, 2025
યુઝર પ્રતિસાદ:
વિડિયોને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. એક યુઝરે લખ્યું, “આવો શુદ્ધ ઉચ્ચારણ, અતુલ્ય!” તો અન્ય યુઝરે કહ્યું, “વિદેશી યુવતીઓએ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું.”
કાલભૈરવાષ્ટકમનું મહત્વ:
આદિ શંકરાચાર્ય દ્વારા રચિત આ સ્તોત્ર ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલભૈરવની મહિમાનું વર્ણન કરે છે. તેનો પાઠ કરવાથી ભયથી મુક્તિ અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
વિદેશી યુવતીઓના આ અનુકરણે સાબિત કર્યું છે કે ભારતીય પરંપરા અને ધર્મના ગુણવત્તા વિશ્વભરમાં લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યાં છે.