Malaysia Gas Pipeline Explosion Video: મલેશિયામાં ગેસ પાઇપલાઇનમાં ભીષણ આગ, સોશિયલ મીડિયા પર વિડિયો થયો વાયરલ
Malaysia Gas Pipeline Explosion Video: મલેશિયાની રાજધાની કુઆલાલંપુર નજીક સેલાંગોર રાજ્યના પુત્રા હાઇટ્સ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી હતી. મંગળવારે સવારે 8:10 વાગ્યે થયેલી આ દુર્ઘટનામાં ગેસ પાઇપલાઇનમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ભભૂકી ઉઠી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, જ્વાળાઓ આકાશ સુધી પહોંચતા વિસ્તારમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો જીવ બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા.
આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. આગ એટલી પ્રચંડ હતી કે તેને ઓલવવા માટે ઘણી મહેનત કરવી પડી. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગનું કારણ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ હોવાનું અનુમાન છે, પરંતુ નિષ્ણાતોની એક ટીમ સચોટ કારણ શોધી રહી છે.
burst gas pipe ignited in Malaysia
Tuesday, April 1, 2025
— Science girl (@gunsnrosesgirl3) April 1, 2025
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. નાગરિકો અને નેટીઝન્સ ગેસ પાઇપલાઇનની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે પાઇપલાઇનનું નિયમિત નિરીક્ષણ અને જાળવણી જરૂરી છે.
હાલ, વહીવટીતંત્રે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. ફાયર વિભાગ અને અધિકારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસોમાં તત્પર છે.