Man Denied Entry for Shorts: શોર્ટ્સ પહેરવાને કારણે પાસપોર્ટ ઓફિસમાં પ્રવેશ ન મળ્યો, ઘટના બાદ સોશિયલ મીડિયામાં ડ્રેસ કોડ પર શરૂ થયો વિવાદ
Man Denied Entry for Shorts: ટિયર-2 શહેરની પાસપોર્ટ ઓફિસમાં એક અજીબ ઘટના બની, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. એક ૩૫ વર્ષના યુવાન રોકાણકાર વિનીત પાસપોર્ટ બનાવા માટે ઓફિસ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે એક અન્ય યુવાનને ફક્ત શોર્ટ્સ પહેરવા પર અંદર પ્રવેશની મંજૂરી ન આપી.
ગાર્ડે યુવાનને કતારમાં જ રોકી દીધો અને કહી દીધું કે, ‘અહીં શોર્ટ્સ પહેરવાની મંજૂરી નથી.’ આ સાંભળીને યુવાન હેરાન રહી ગયો. તેણે કહ્યું, ‘હું મારી ઓફિસમાં પણ આ જ કપડાં પહેરું છું, તો અહીં શું સમસ્યા છે?’ તેમ છતાં ગાર્ડ પોતાની જગ્યાએ અડગ રહ્યો અને પ્રવેશથી ઈનકાર કર્યો.
આ ઘટનાને કારણે યુવાનના પિતાએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ ખૂબ દૂરથી આવ્યા છે અને વારો પણ નજીક છે. અંતે, કેટલાક ચર્ચા-વિવાદ બાદ યુવાનને અંદર જવાની પરવાનગી મળી ગઈ. જોકે, બાદમાં ગાર્ડે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘લોકો સરકારી સ્થળોનો આદર કરતા નથી. શોર્ટ્સ કે નાઈટ ક્લોથ જેવા વસ્ત્રોમાં આવીને દુશ્મનની લાગણી જ જણાય છે. અહીં મહિલાઓ અને વડીલ પણ આવે છે, તો આવી સ્થિતિમાં તેઓ અસહજ અનુભવી શકે.’
Today’s incident – A perspective
A young adult came to passport office in his shorts today (I was waiting outside for my turn)
Security told, shorts are not allowed – this is passport office
He said, we go to out corporate offices this way. Why don’t you allow to a govt… pic.twitter.com/hpAMxC4B4i
— Vineeth K (@DealsDhamaka) April 29, 2025
વિનીતે આખી ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી અને લોકોના અભિપ્રાય માંગ્યા. કેટલાક યૂઝર્સે અધિકારીઓ તરફ આંગળી ઊંચારી. એક યૂઝરે લખ્યું, ‘જો ડ્રેસ સંહિતાનો કોઈ નિયમ હોય તો તે સ્પષ્ટપણે વેબસાઈટ કે ઓફિસના બોર્ડ પર લખવો જોઈએ. નહીં તો લોકો સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.’
જ્યારે બીજાએ નોંધ્યું કે, ‘આપણે નીતિ નિયમોનું પાલન કરતા નથી, એટલા માટે દેશમાં આવા વિવાદ સર્જાય છે. જો કોઈ સરકારી સ્થળે નક્કી ડ્રેસ કોડ હોય, તો જનતાએ પણ તેની સમજ અને માન આપવું જોઈએ.’
આ ઘટના એક મોટા મુદ્દા તરફ ધ્યાન દોરી જાય છે – શું સરકારી ઓફિસોમાં ડ્રેસ કોડ હોવો જોઈએ? અને જો હા, તો શું તેની જાણકારી લોકો સુધી સહેલાઈથી પહોંચવી જોઈએ?
તમારું શું મંતવ્ય છે આવી સ્થિતિ અંગે?