Narendra Modi : મહાકુંભમાં PM મોદીના ભત્રીજાનો તપસ્યા ભાવ: જમીન પર બેસીને ભજન-કીર્તનથી સર્વને મંત્રમુગ્ધ કર્યા!
Narendra Modi : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો અત્યાર સુધીમાં લગભગ આઠ કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. કુંભ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન પ્રયાગરાજમાં ભજન કીર્તન કરતા યુવાનોના સમૂહનો એક વીડિયો વાઈરલ થયો હતો અને જ્યારે આ યુવાનોની માહિતી સામે આવી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ભત્રીજાનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે.
વાયરલ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજા સચિન પંકજભાઈ મોદી તેમના મિત્રો સાથે ભજન ગાતા જોવા મળે છે. સચિન વ્યવસાયે કોમ્પ્યુટર એન્જીનીયર છે અને ખુબ જ દિલથી ભજન ગાતો જોવા મળે છે. સચિન 2 મિત્રો સાથે પ્રયાગરાજ પહોંચી ગયો છે. જ્યારે સચિન તેના મિત્રો સાથે જમીન પર બેસીને ભજન ગાઈ રહ્યો છે, ત્યારે ઘણા લોકો વર્તુળમાં ઉભા છે અને તાળીઓ પાડીને સચિનને સપોર્ટ કરી રહ્યા છે.
પીએમ મોદીના ભાઈ અને ભત્રીજાનો વીડિયો વાયરલ થયો
प्रयागराज कुंभ मेले में प्रधानमंत्री नरेन्द्र मोदी का भतीजा सचिन पंकजभाई मोदी (कंप्यूटर इंजीनियर) अपने दो मित्र जो चार्टर्ड एकाउंटेंट है उनको साथ ले कर प्रयागराज महा कुंभ मेले में भजन ललकार रहा है। युवाओं में सनातन धर्म के प्रति जोश जगा रहा है।#MahaKumbh2025 pic.twitter.com/JvzR3EHAYd
— ममता चतुर्वेदी/Mamta Chaturvedi (@chaturvedimamta) January 19, 2025
તાળીઓ વગાડનારા લોકોમાં સચિનના પિતા અને પીએમ મોદીના ભાઈ પંકજ મોદી પણ સામેલ છે. પંકજ મોદી નરેન્દ્ર મોદીના ભાઈ છે. મહાકુંભમાંથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં સચિન ભજન ગાઈ રહ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉભા છે અને સચિન સાથે ભજન ગાઈ રહ્યા છે.
સચિન પંકજ ભાઈ મોદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જેના પરિવારના લોકો વડાપ્રધાન છે તે લોકો આટલા સરળ કેવી રીતે હોઈ શકે? બીજાએ લખ્યું કે એવું લાગે છે કે આ પરિવારના તમામ સભ્યો ડાઉન ટુ અર્થ છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈઓ છે અને તેમની એક બહેન પણ છે. પીએમ મોદી તેમના પિતા દામોદરદાસ મોદી અને માતા હીરાબેનના ત્રીજા સંતાન છે. પીએમ મોદીના અન્ય ભાઈઓના નામ સોમભાઈ, અમૃત ભાઈ, પ્રહલાદ ભાઈ અને પંકજ ભાઈ છે, જ્યારે વાસંતીબેન પીએમ મોદીના એકમાત્ર બહેન છે.