Video એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ચમત્કારીક જીવિત બચાવનો Video: “મને લાગ્યું કે હવે મરી જઈશ” – વિશ્વાસ કુમાર
Video એર ઈન્ડિયા ફ્લાઇટ 171 ના મુસાફર વિશ્વાસ કુમાર રમેશ આજે સમગ્ર દેશ માટે આશ્ચર્યનો વિષય બની ગયો છે. દુર્ઘટનાના કેટલાય કલાકો બાદ તેણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણે પોતાના જીવનના સૌથી ભયાનક ક્ષણો યાદ કર્યા છે.
વિશ્વાસ કુમાર, જે સીટ નંબર 11A પર બેઠેલા હતા – આ સીટ ઈમરજન્સી એક્ઝિટ નજીક આવેલી છે – એ વિમાન Ahmedabadથી London Gatwick માટે ઉડાન ભરતાની સાથે જ થોડી જ ક્ષણોમાં B.J. મેડિકલ કોલેજના હોસ્ટેલના નજીક ક્રેશ થયું હતું.
“મને ખ્યાલ જ ન રહ્યો કે શું થયું…”
વિશ્વાસ કુમાર પોતે પોતાના વિડિયોમાં જણાવે છે:
“વિમાન જ્યારે ઉડાન ભર્યું, એ સમયે બધું સામાન્ય લાગતું હતું. થોડી સેકન્ડમાં જ મેં લાઈટ્સ ઝબકી રહી છે તે જોઈ. ટૂંક સમયમાં જ એક ભયંકર ઝટકો લાગ્યો અને બધું અંધારું થઈ ગયું.”
તેમણે વધુમાં કહ્યું કે, “મને ખરેખર લાગતું હતું કે હવે હું જીવતો નહીં બચું. એ એક સેકન્ડમાં મારો આખો જીવન આંખ સામે ફરી ગયો.”
અવિશ્વસનીય પરંતુ સત્ય!
અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો.
દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash pic.twitter.com/94WDepkKjn
— Sagar Patoliya (@kathiyawadiii) June 16, 2025
“જયારે આંખો ખોલી, ત્યારે લાગ્યું કે જન્મ મળ્યો”
વિશ્વાસ કુમારના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના પછી કોઈ રીતે તેઓ ફસાયા નહોતા, પણ આસપાસના દ્રશ્યો જોઈને તેઓ દજી ઉઠ્યા હતા.
“જ્યારે મેં આંખો ખોલી ત્યારે આસપાસના દૃશ્યો જોઈને સમજાયું કે હું જીવતો છૂટી ગયો છું. એ એક નવો જન્મ છે.”
વિડીયો થયો વાયરલ
વિશ્વાસ કુમારનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકો તેને “ ચમત્કાર” કહી રહ્યાં છે અને તેનું મનોબળ વધારી રહ્યાં છે. એર ઈન્ડિયા દ્વારા આ દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લેક બોક્સના આધારે વધુ વિગતો જલ્દી બહાર આવશે.