One Table Three Countries: એક ટેબલ અને ત્રણ દેશ – 3 સેકન્ડમાં ત્રિરાષ્ટ્રીય મુસાફરીનો અનુભવ!
One Table Three Countries: વિદેશ જવાનું વિચારીએ તો વિઝા, પાસપોર્ટ, હોટલ બુકિંગ અને ફ્લાઇટ જેવી અનેક બાબતો યાદ આવે. પણ શું તમે કલ્પના કરી શકો કે તમે એકસાથે ત્રણ અલગ અલગ દેશોમાં હાજર રહી શકો? પણ આ કલ્પના નહીં, હકીકત છે!
મધ્ય યુરોપમાં એક અદભૂત સ્થાન છે જ્યાં માત્ર એક ટેબલ પર બેસીને તમે એકસાથે ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા અને હંગેરીમાં હોઈ શકો છો. અહીં ત્રણ દેશોની સરહદો મળે છે અને તેમાં કોઈ ફરજિયાત વિઝા કે ચેકિંગ નથી. આ અનોખું ટેબલ આંતરરાષ્ટ્રીય કલાકાર દ્વારા ડિઝાઇન કરાયું છે અને તેની થીમ “ત્રિકોણ” છે. આ ટેબલ ત્રિકોણ છે – દરેક ખૂણો એક અલગ દેશમાં આવે છે.
અહીં તમે લંચ કરો તો તમારા હાથ એક દેશમાં, પગ બીજામાં અને પીઠ ત્રીજા દેશમાં હોય એવી સ્થિતિ બને! સામાન્ય રીતે સરહદો પર કડક સુરક્ષા જોવા મળે છે, પણ અહીં શાંતિ, સહયોગ અને સાહજિક જોડાણ છે.
Unbelievable & stunning borders around the world
1. Slovakia, Austria, And Hungary Border pic.twitter.com/pS1PuVsFa8
— Vertigo_Warrior (@VertigoWarrior) April 4, 2025
આ તસ્વીર હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. X પ્લેટફોર્મ પર Vertigo_Warrior નામના યુઝરે તેને શેર કરી છે. હજારો લોકોએ શેર, લાઈક અને દિલથી ટિપ્પણીઓ કરી છે.
કોઈએ લખ્યું, “આ જોઈને હું ભાવુક થઈ ગયો.” તો બીજાએ કહ્યું, “એવું લાગે છે કે આ બેનચ પર શાંતિ સંમેલન થતું હોય.”
આ ટેબલ માત્ર એક સિમ્પલ ફર્નિચર નથી – તે ત્રણ દેશો વચ્ચે શાંતિ અને એકતાનું સુંદર પ્રતીક છે. જો તમે ક્યારેય યુરોપ જાઓ, તો આ સ્થાન તમારા ટ્રાવેલ લિસ્ટમાં જરૂર ઉમેરો!