Professor energetic dance video: ડાન્સ કરતા પ્રોફેસરનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર મળ્યું “મેકેનિકલ જેક્સન”નું ટાઇટલ
Professor energetic dance video: બેંગલુરુના એક ટેક પ્રોફેસરે પોતાના શાનદાર ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ પ્રોફેસર તેમના હિપ-હોપ સ્ટેપ્સના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે અને લોકોને મોજ કરાવી છે. વિદ્યાર્થીઓએ તો તેમને પ્રેમથી “મેકેનિકલ જેક્સન” નામ આપ્યું છે.
વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પ્રોફેસર પ્રભુ દેવાના પ્રખ્યાત ગીત ‘મુકાબલા’ પર ભરપૂર ઉત્સાહ સાથે સ્ટેજ પર નાચી રહ્યા છે. દરેક સ્ટેપ તેઓ સંપૂર્ણ નિપુણતાથી પરફોર્મ કરે છે અને તેમના Expressions અને Energy જોવા લાયક છે. પ્રોફેસરનો ઉત્સાહ જોઈને આજુબાજુ ઉભેલા વિદ્યાર્થીઓ પણ દાદ દેતા જોવા મળે છે.
View this post on Instagram
આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર થતાં જ વાઈરલ થઈ ગઈ. અનેક યુઝર્સે પ્રોફેસર માટે કમેન્ટ્સ કર્યા છે. કોઈએ લખ્યું, “મેકેનિકલ એન્જિનિયરિંગનો માઈકલ જેક્સન!” તો કોઈએ કહ્યું, “આવા પ્રોફેસર દરેક કોલેજમાં હોવા જોઈએ!” ઘણાં લોકોએ તેમને આ પ્રકારનો ઉત્સાહ ભરેલો ડાન્સ કરવા બદલ વખાણ કર્યો છે.
View this post on Instagram
ખાસ વાત એ છે કે આ પહેલો અવસર નથી જ્યારે આ પ્રોફેસર સોશિયલ મીડિયા પર છવાયા છે. થોડાં દિવસો પહેલા પણ તેમનો માઈકલ જેક્સનના સ્ટેપ્સ કરતા વિડીયો વાયરલ થયો હતો, જેને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળ્યાં હતાં. હવે ફરી એકવાર તેમના જૂનૂની ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી લીધાં છે.