Terrifying Video: પેરાસેલિંગ અકસ્માતમાં દુઃખદ મૃત્યુ
Terrifying Video: સોશિયલ મીડિયા પર એક ભયાનક વીડિયો વાયરલ થયો છે, જેમાં ૧૯ વર્ષની એક મોડેલ પેરાસેલિંગ કરતી વખતે દરિયામાં પડતા પહેલા ઝડપથી પોતાનું લાઈફ જેકેટ અને સેફ્ટી બેલ્ટ ખોલતી જોવા મળે છે.
Terrifying Video: ૧૯ વર્ષની સર્બિયન મોડેલ તિજાના રેડોન્જિકનું યુરોપના મોન્ટેનેગ્રોમાં વેકેશન માણતી વખતે પેરાસેલિંગ અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેનાથી પ્રેક્ષકો અને તેના પરિવારજનો ચોંકી ગયા
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તિજાના તેની માસી સાથે વેકેશન માણી રહી હતી, જ્યારે તે ફ્રી પેરાસેલિંગ સત્રમાં જોડાઈ હતી. પરંતુ આ રોમાંચક ક્ષણ બીજી જ ક્ષણે દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ, અને તિજાનાનું ૧૬૦ ફૂટથી વધુ ઊંચાઈ પરથી પડીને મૃત્યુ થયું.
વાયરલ થઈ રહેલા આ ભયાનક ફૂટેજમાં, બિકીની પહેરેલી તિજાના હવામાં ખૂબ જ ગભરાયેલી જોવા મળે છે. આ દરમિયાન, તે પોતાનું લાઈફ જેકેટ ખેંચીને સેફ્ટી બેલ્ટ ખોલવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. બીજી જ ક્ષણે, કમરનો પટ્ટો ખુલી ગયો, અને તેમાંથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરતી વખતે, તિજાના એક ભયાનક અકસ્માતનો ભોગ બની. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
19 year old Tijana Radonjic, fell to her death after unbuckling her safety harness while parasailing in Montenegro. pic.twitter.com/ewi3XqdUDG
— Lucy (@TheLucyShow1) June 2, 2025
પેરાસેલિંગ કંપનીના માલિક મિર્કો ક્રડઝિકે મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે, આ દુર્ઘટનાથી અમે બધાં જ આઘાતમાં છીએ. તેમણે જણાવ્યું કે શું થયું છે તે વિશે તેમને પણ પૂરતી માહિતી નથી. શોકગ્રસ્ત માતાપિતાએ આ ઘટનાની પુષ્ટિ કરતા પોતાની દીકરીની યાદમાં એક સંદેશા શેર કર્યો અને લખ્યું, “તમે હંમેશા અમારા હ્રદયમાં રહીશો.”
હાલમાં, પોલીસએ હજી સુધી આ ઘટના અકસ્માત છે કે ઇરાદાપૂર્વક થયેલી છે તે અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. અધિકારીઓ તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.