Thailand restaurant discount Video: શરીરના આકારથી મળશે છૂટ – થાઇલેન્ડના કાફેની વિવાદાસ્પદ ઓફર રહી ચર્ચામાં
રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર પર એક લોખંડના સળિયાવાળો બાર મૂકવામાં આવ્યો છે, જેમાં પાંચ અલગ-અલગ પહોળાઈના ખાંચા છે. ગ્રાહક આ બારમાંથી પસાર થાય અને જે સ્તર સુધી જઈ શકે, તેના આધારે તેને ડિસ્કાઉન્ટ મળે છે. જો ગ્રાહક સૌથી પહોળા ખાંચામાંથી પસાર થાય તો તેને 5% ડિસ્કાઉન્ટ મળે છે. અને જો તે સૌથી સાંકડા બારમાંથી નીકળી જાય તો તેને પૂરાં 20% ડિસ્કાઉન્ટ મળે છે. પણ જો કોઈ પણ સ્તર પાર ન કરી શકે, તો તેને એક બોર્ડ દેખાડવામાં આવે છે – ‘પૂર્ણ કિંમત, માફ કરશો’.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં આ ઓફર અંગે ઉગ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઘણા યુઝર્સે આને બોડી શેમિંગ ગણાવ્યું છે. કઇંક લોકોએ કહ્યું કે આ પ્રકારની સ્કીમ શરીરના આધારે ભેદભાવ કરે છે અને લોકોના આત્મવિશ્વાસ પર અસર કરે છે.
View this post on Instagram
અગાઉ એક મહિલા 15% ડિસ્કાઉન્ટ વાળા બારમાંથી બે વાર નીકળી ગઈ હતી, તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. હજુ સુધી રેસ્ટોરન્ટ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપાયું નથી, પરંતુ ચર્ચા અને વિવાદ જોરશોરથી ચાલુ છે.