Turkish Actor looks like Virat Kohli: વિરાટ કોહલીનો હમશકલ! ટર્કિશ અભિનેતાની તસ્વીર ફરી વાયરલ
Turkish Actor looks like Virat Kohli: સોશિયલ મીડિયા પર રોજ નવી તસ્વીરો અને વિડિયો વાયરલ થતા હોય છે, જેમાં લોકોએ કોઈ જાણીતા વ્યક્તિનો હમશકલ શોધી કાઢ્યો હોય. તાજેતરમાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલોન મસ્કના હમશકલના વિડિયોઝ વાયરલ થયા હતા. હવે, લોકો ઈન્ટરનેટ પર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી જેવો દેખાતો વ્યક્તિ જોઈને ચકિત થઈ ગયા છે.
હકીકતમાં, આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ટર્કિશ ટીવી સિરીઝ “દિરિલિશ: એર્તુગ્રુલ” માં ભૂમિકા ભજવનાર અભિનેતા કેવિટ કેટિન ગુનર છે. આ ટર્કિશ અભિનેતાનો ચહેરો વિરાટ કોહલી સાથે ઘણી હદ સુધી મીલતો જૂલતો છે, જેને જોઈને ચાહકો પણ ભ્રમમાં પડી ગયા.
‘અનુષ્કાના પતિનું ટીવી ડેબ્યૂ?’
રેડિટ પર એક વપરાશકર્તાએ “દિરિલિસ: એર્તુગ્રુલ” શ્રેણીના દ્રશ્યમાંથી એક તસવીર શેર કરી અને મજાકમાં લખ્યું, “અનુષ્કા શર્માના પતિનું ટીવી ડેબ્યૂ”. આ પોસ્ટ જોયા બાદ, ઘણા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા અને ખરેખર આ અભિનેતાને વિરાટ કોહલી માની બેઠા.
મજાની વાત એ છે કે આ તસ્વીર પહેલા 2020માં પણ વાયરલ થઈ હતી, અને હવે 2025માં ફરી એકવાર ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી છે.
Anushka Sharma’s husband TV show debut
byu/Pasha286 inbollywoodcirclejerk
નેટીઝન્સની મજેદાર પ્રતિક્રિયાઓ
પોસ્ટ વાયરલ થયા પછી, લોકોએ અવનવી કોમેન્ટ્સ કરી. એક યુઝરે મજાકમાં લખ્યું, “અનુષ્કા પણ અહીં અસલી કોહલીને ઓળખી નહીં શકે!”
બીજાએ કહ્યું, “હું તો સમજી ગયો હતો કે કોહલીએ ગુપ્ત રીતે અભિનય શરૂ કર્યો છે!”
“દિરિલિશ: એર્તુગ્રુલ” વિશે થોડું વધુ
આ શ્રેણી ટર્કીના ઐતિહાસિક સીરિયલોમાંની એક છે, જેમાં 2015 થી 2019 સુધી કુલ 5 સીઝન રિલીઝ થઈ હતી. એન્જીન અલ્તાન દુઝ્યાટન, કેવિટ કેટિન ગુનર અને કાન તાશનર જેવા કલાકારોએ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.
તમે શું કહો? કોહલી અને આ ટર્કિશ અભિનેતા વચ્ચે કેટલી સમાનતા લાગે છે?