Uk Man Delhi House Video: 16 વર્ષ બાદ પરત ફરેલો વિદેશી થયો ભાવુક, દિલ્હીમાં બાળપણનું ઘર જોયું અને આંખો ભીની થઈ ગઈ
Uk Man Delhi House Video: વિશ્વમાં અનેક લોકો ભારત સાથે એવી લાગણી જોડી લે છે કે દેશ છોડી દીધા પછી પણ તેઓ ભારતને ભૂલી શકતા નથી. આવી જ એક લાગણીસભર ઘટનામાં બ્રિટનમાં રહેતો રાલ્ફ લેંગ 16 વર્ષ બાદ ન્યૂ દિલ્હી પરત ફર્યો અને પોતાનું બાળપણ વિતાવેલું ઘર જોયું ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. તેણે આ ક્ષણને પોતાના વ્લોગ દ્વારા શૂટ કરી અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લાખો લોકો ભાવુક બન્યા.
રાલ્ફે ભારત વર્ષ 2009માં છોડ્યું હતું. તે પહેલાંના ઘણા વર્ષો સુધી તે ન્યૂ દિલ્હીના એક વૈભવી બંગલામાં રહેતો હતો. 16 વર્ષ બાદ જ્યારે તે ફરી ભારત આવ્યો, ત્યારે તેણે ઓટોમાં બેઠા બેઠા પોતાના ઘરમાં જવાનો વ્લોગ બનાવ્યો. તે ઘરમાં પ્રવેશ્યા બાદ એક વ્યક્તિએ કહ્યું કે હવે બધું બદલાઈ ગયું છે. આ સાંભળીને થોડી ક્ષણો માટે રાલ્ફ ચોંકી ગયો, પણ નજર ફેરવતાં તેને બધું પહેલા જેવું જ લાગ્યું. જૂની યાદો, ભીનું દિલ અને પ્રેમભરેલી લાગણીઓ… તમામ ઘટનાઓ તેની આંખોથી સ્પષ્ટ જણાઈ રહી હતી.
વિડિયોમાં રાલ્ફ કહે છે, “મને વિશ્વાસ નથી થતો કે હું અહીં રહેતો હતો. આ ઘર અને ભારત મારી યાદોમાં અને દિલમાં આજેય જીવંત છે. અહીં મેં જે સમય વિતાવ્યો, તે મારા જીવનનો સૌથી સારો ભાગ રહ્યો.”
View this post on Instagram
આ હ્રદયસ્પર્શી રીલ @ralphleng નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે, જેને 24 લાખથી વધુ વ્યૂઝ અને 2.7 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. કોમેન્ટ્સમાં અનેક લોકોએ રાલ્ફના લાગણીઓને સમજી અને ભારત માટે તેમના પ્રેમની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “તમારો ભારત માટેનો પ્રેમ અને જોડાણ ખરેખર સ્પર્શક છે.”
આ કિસ્સો સાબિત કરે છે કે ભારત માત્ર એક દેશ નથી, પણ લાગણીઓનો દરિયો છે – જ્યાં એકવાર જે પળો જીવાય, તે સમગ્ર જીવનમાં યાદ રહી જાય.