Viral Girl Monalisa: સૌંદર્ય મુશ્કેલી બની ગયું! ‘વાઈરલ ગર્લ મોનાલિસા’ને કુંભમેળો છોડવાની ફરજ પડી
Viral Girl Monalisa: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં શ્રધ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે. મેળાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક યુવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ યુવતી મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. મોનાલિસા નામની આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે. વાયરલ યુવતીની સુંદરતા હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
કોણ છે મોનાલિસા?
તમે મહાકુંભમાં સૌથી સુંદર સાધ્વીના વાયરલ વીડિયો જોયા જ હશે, ત્યારપછી હવે એમપીની મોનાલિસા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે. ‘બ્રાઉન બ્યુટી’ના નામથી જાણીતી આ યુવતી મહાકુંભમાં તોરણો વેચતી જોવા મળી હતી. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ પછી આ વીડિયોને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પછી શું થયું વીડિયો વાયરલ થતા જ લોકો મોનાલિસાને શોધવા કુંભ પહોંચવા લાગ્યા.
View this post on Instagram
મોનાલિસાને કામ કરવું મુશ્કેલ થયું
વાયરલ થયા બાદ પણ મોનાલિસા કુંભમાં માળા વેચતી હતી. પરંતુ તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી. યુટ્યુબર્સ તેની સાથે વીડિયો બનાવવા માટે આવવા લાગ્યા. જેના કારણે મોનાલિસા પોતાનું કામ કરી શકતી ન હતી. આ સમય દરમિયાન, જ્યારે પણ તે માળા વેચવા માટે બહાર જતી ત્યારે તે માસ્ક અને ડાર્ક ચશ્મા પહેરતી હતી, જેથી લોકો તેને ઓળખી ન શકે. પરંતુ લોકોએ હજુ પણ સેલ્ફી અને વીડિયો લેવાનું બંધ કર્યું નથી.
આ બધાથી કંટાળીને મોનાલિસા કુંભ છોડીને ઝુસી વિસ્તારમાં પોતાના પરિવાર પાસે આવી ગઈ. મોનાલિસાનો પરિવાર અહીં ઝૂંપડપટ્ટીમાં રહે છે. મળતી માહિતી મુજબ, પિતાએ મોનાલિસાને ઘરે પરત મોકલી દીધી છે, જ્યારે બંને બહેનો હજુ પણ કુંભમાં માળા વેચી રહી છે.