Viral Video ભારતીય ટીમ ઇંગ્લેન્ડ રવાના, રોહિત શર્માની મીમ પર પંતે કર્યું હાસ્યાસ્પદ કમેન્ટ
Viral Video ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શુક્રવાર, 6 જૂન 2025ના રોજ મુંબઈથી રવાના થઈ ગઈ છે. શુભમન ગિલના નેતૃત્વમાં જઇ રહેલી નવી ટીમ ઘણી નવી ઓરક અને ઉત્સાહ સાથે દેખાઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ આ પહેલી ટેસ્ટ સિરીઝ છે.
અહીં એક રસપ્રદ ઘટનાએ સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી છે. ટીમના ઉપકેપ્ટન ઋષભ પંતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પંત એક પત્રકારના મજાકિયા પ્રશ્નનો હાસ્યાસ્પદ જવાબ આપે છે. જ્યારે ઋષભ પંત એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે તેમને પૂછ્યું, “રોહિત શર્મા ક્યાં છે?” આના જવાબમાં પંતે હસતાં હસતાં કહ્યુ, “રોહિત ભાઈ તો હવે બગીચામાં ફરે છે!” આ સાથે જ ત્યાં ઉભેલા લોકો પણ હસી પડ્યા અને પંત પોતે પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં.
Question – where is Rohit Sharma?
Rishabh Pant – Rohit bhai Garden mein ghum rahe hain, unke Garden ki yaad to aayegi (He's enjoying in the Garden, will miss his Garden). ❤️pic.twitter.com/a5x4tlAeYq
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2025
પંતનો આ જવાબ રોહિત શર્માના અગાઉના વાયરલ મીમ પર આધારિત હતો. રોહિતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો જેમાં તે પોતાની ટીમના ખેલાડીઓને કહેતા જોવા મળ્યા હતા કે “બગીચામાં કોઈ ફરશે નહીં.” આ ક્લિપ પરથી અનેક મીમ્સ બનાવાયા હતા, જેને પંતે હવે મજાક રૂપે યાદ કર્યો.
આ વખતે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ચહેરાઓનો સમાવેશ થયો છે. શુભમન ગિલ કેપ્ટન છે અને ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓનો સમાવેશ થયો છે.
ટેસ્ટ શ્રેણીની શરૂઆત 20 જૂનથી થશે, જેને પહેલાં ઇન્ટ્રા-સ્ક્વોડ મૅચ પણ રમાશે. નવી ટીમ, નવા નેતા અને નવી મજા સાથે આ ઇંગ્લેન્ડ પ્રવાસ ભારત માટે ખૂબ મહત્વનો બનવાનો છે.