Virat kohli restaurant Viral post : 525 રૂપિયામાં મકાઈની એક પ્લેટ? મહિલાનું આશ્ચર્ય, યુઝરનો સવાલ- મેનુ નથી જોયું?
Virat kohli restaurant Viral post : હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે, જેમાં એક મહિલા વિરાટ કોહલીના રેસ્ટોરન્ટમાં જમવા ગઈ હતી અને મોંઘી ડિશ જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. મહિલા દ્વારા શેયર કરેલી આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને તેના પર ભારે પ્રતિક્રિયાઓ થઈ રહી છે.
હૈદરાબાદના ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતી સ્નેહા નામની વિદ્યાર્થીની વિરાટ કોહલીના રેસ્ટોરન્ટ One8 Commune ખાતે ગઈ હતી. અહીં તેણે ₹525માં મકાઈની એક ડિશ ઓર્ડર કરી. જો કે, જ્યારે ડિશ આવી, ત્યારે તે નિરાશ થઈ ગઈ કારણ કે એને મકાઈના થોડા ટુકડા જ મળ્યા હતા. સ્નેહાએ આ પર નારાજગી વ્યક્ત કરીને ફોટો શેર કર્યો અને આ અનુભૂતિ સોશિયલ મીડિયા પર લખી.
ડિશ કરતાં વાતાવરણ મોંઘું?
સ્નેહાની પોસ્ટ વાયરલ થતાં, એક લાખથી વધુ લોકો સુધી પહોંચી ગઈ છે અને 1000 કરતાં વધુ લોકોએ ટિપ્પણીઓ કરી છે.
https://twitter.com/itspsneha/status/1878102417306275852
એક યુઝરે ટિપ્પણીમાં કહ્યું, “તમે ભોજન માટે નહીં પરંતુ વાતાવરણ માટે પૈસા ચૂકવ્યા છે.”
બીજાએ લખ્યું, “મેનુમાં કિંમત લખેલી હશે, તમે ઓર્ડર કરતાં પહેલા ચેક કેમ ન કર્યું?”
બીજાએ મજાકમાં કહ્યું, “કોહલીએ નિવૃત્તિ પછી ખવાતું ન હોવાંથી આ રીતે પૈસા કમાવવાનું શરૂ કર્યું છે.”
મોંઘા ભોજન પર લોકોના મિશ્ર અભિપ્રાય
એક યુઝરે સંકેત આપ્યો કે શોખ માટે પોસાય એવું જ કરવું જોઈએ, તો અન્ય એકે કહ્યું કે “આટલું મોંઘું ભોજન ક્યારેય નહીં ખાઈશ.”
વિરાટ કોહલીના આ રેસ્ટોરન્ટની તસવીરો અને પોસ્ટના કારણે આ ઘટનાએ ભારે લોકપ્રિયતા મેળવી છે. કેટલાક લોકો રેસ્ટોરન્ટની કિંમતો વિશે વાત કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો મોંઘવારી સાથે રમુજ કરી રહ્યા છે.