Why Dishwashers Arent Popular in India: ડીશવોશર નહીં, વાસણો હાથથી ધોવાની પાછળ છુપાયેલી ભારતની હકીકત!
Why Dishwashers Arent Popular in India: આજના ટેક્નોલોજીના યુગમાં દરેક ઘરકામ માટે કોઇ ને કોઇ ઉપકરણ હાજર છે – મિક્સર, વોશિંગ મશીન કે વેક્યૂમ ક્લીનર. પરંતુ એક એવા સાધનને આજે પણ ખાસ મહત્વ મળતું નથી – અને તે છે ડીશવોશર. વાસણ ધોવા માટે ડીશવોશર ખૂબ ઉપયોગી સાધન છે, પણ ભારતમાં તેનો વપરાશ ઘણો ઓછો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર દિલ્હીમાંથી એક યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘ભારતમાં ડીશવોશર લોકપ્રિય કેમ નથી?’ આ સવાલે લોકો વચ્ચે ચર્ચા જાગૃત કરી દીધી. યુઝર્સે તેમના કારણો જણાવ્યા કે કેમ તેઓ ડીશવોશર ખરીદવાનું પસંદ કરતાં નથી.
ઘણા લોકો માને છે કે ડીશવોશર ખૂબ જ મોંઘું સાધન છે, તેની ખરીદી અને જાળવણી ખર્ચાળ છે. તેના ઉપયોગમાં વીજળી પણ વધુ લાગતી હોવાથી, ઓછી આવક ધરાવતા લોકો માટે તે વ્યવહારિક નથી. તેના માટે રસોડામાં જગ્યા હોવી જોઈએ અને વાસણો પહેલા પણ થોડા ધોવા પડે છે – આ બધું જોઈને નોકર રાખવો વધુ સસ્તી અને સરળ ગણાય છે.
why havent dishwashers become popular in india
— siddharth (@avgspacelover) April 2, 2025
બીજું કારણ છે – ભારતીય રસોઈ. અહીંના મસાલેદાર, તેલિયાં ભોજન માટે વપરાતા વાસણો મોટા અને ભારે હોય છે, જેને ડીશવોશર સારી રીતે સાફ કરી શકશે નહીં એવી ધારણા છે. સાથે જ ઘણા ઘરોમાં હજુ પણ 24 કલાક વીજળી નથી અને ટેકનોલોજી અપનાવવા માટે થોડો સંસ્કારિક સંકોચ પણ છે.
આ બધાં મુદ્દાઓ બતાવે છે કે ભારતમાં ડીશવોશરથી વધુ આજે પણ લોકો હાથથી વાસણો ધોવાનું પસંદ કરે છે.