Wife Threatening Husband To Kill Video: પત્નીની ધમકીનો વીડિયો થયો વાયરલ, સ્ક્રિપ્ટેડ ડ્રામાં કે હકીકતનો ચોંકાવનારો ચહેરો?
Wife Threatening Husband To Kill Video: આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માટે લોકો કંઈક અદ્ભુત કે અસામાન્ય વિડીયો બનાવવામાં કોઈ કસર રાખતા નથી. તાજેતરમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલાની ધમકીભરી વાતચીત ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ‘બ્લુ ડ્રમ’ ટ્રેન્ડના બહાને બનાવવામાં આવેલા આ વીડિયોમાં, મહિલા પતિને સ્પષ્ટ ધમકી આપતી જોવા મળે છે કે, જો તે ભાનમાં આવી જાય તો કંઈપણ છુપાવ્યા વિના સોશિયલ મીડિયામાં બધું કહી નાખશે—ભલે મને આખી જિંદગી જેલમાં રહેવું પડે કે જાનથી જવું પડે.
આ વીડિયો વિશે શંકા પણ ઊભી થઈ છે કે આ માત્ર કન્ટેન્ટ માટે બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો હોઈ શકે છે. વીડિયોના અંતે પતિ પણ કહે છે કે ‘હા, ચોક્કસ!’ જ્યારે પત્ની કહે છે કે “હવે તું આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક.” આ દ્રશ્ય પછી, ઇન્ટરનેટ વપરાશકર્તાઓના ઉગ્ર પ્રતિસાદો જોવા મળ્યા છે.
Both these Chapris need to be arrested for making such cringe content. pic.twitter.com/GjicDJDXzV
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) April 4, 2025
X (Twitter) પર @NCMIndiaa હેન્ડલે આ વિડીયો શેર કરતાં કહ્યું કે “આટલું સસ્તુ કન્ટેન્ટ બનાવવા બદલ બંનેની ધરપકડ થવી જોઈએ.” વીડિયો પર હજારો લાઈક્સ, દસ હજારથી વધુ વ્યૂઝ અને અનેક પ્રતિભાવો આવ્યા છે.
યુઝર્સનું કહેવું છે કે આવા વીડિયો સમાજમાં ગંદકી ફેલાવે છે અને યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આવું કન્ટેન્ટ ક્યારેય બંધ નહીં થાય. જેઓ વીડિયો ખરેખર બનાવે છે, તેઓને પણ અને જો સ્ક્રિપ્ટેડ હોય તો પણ જવાબદારી નક્કી થવી જોઈએ.