Woman dance on tree video: ઝાડ પર નાચતી મહિલાનો વીડિયો થયો વાયરલ, 12 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
Woman dance on tree video: આજકાલ સોશ્યલ મીડિયાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો ફેમ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવા તૈયાર છે. ખાસ કરીને રીલ્સ બનાવવાનો શોખ તો લોકોમાં એટલો ખૂણાઈ ગયો છે કે કંટેન્ટ માટે તેઓ એવું કંઇક કરી રહ્યા છે જે સામાન્ય રીતે કલ્પના કરતાં પણ પરે છે.
હાલમાં એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક મહિલા ઉંચા ઝાડ પર ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયો જોઇને લોકો આશ્ચર્ય અને ચિંતાની વચ્ચે રિએક્ટ કરી રહ્યા છે.
કાશ્મીરની ઉષા નાગવંશી નામની મહિલા એ ફિલ્મ ‘ઇશકઝાદે’ના લોકપ્રિય ગીત ‘ઝલ્લા વલ્લાહ’ પર ઝાડની ડાળી પર નૃત્ય કરતા પોતાનો વીડિયો બનાવ્યો છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ‘ushanagvanshi31’ પર શેર કર્યો છે.
વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉષા પાતળી ડાળી પર બેલેન્સ રાખીને રીતે ડાન્સ કરે છે. પૃષ્ઠભૂમિમાં ઊંડો ઢાળ હોવા છતાં, તેણીએ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું છે.
આ વિડીયોને અત્યાર સુધીમાં 12.4 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. દર્શકોમાં તેનો વાયરલ અવતાર ખૂબ જ લોકપ્રિય બની ગયો છે.
View this post on Instagram
વીડિયો વાયરલ થતા લોકોની વિવિધ પ્રકારની ટિપ્પણીઓ જોવા મળી. કોઈએ લખ્યું, “આગળ એફિલ ટાવર,” તો બીજાએ મજાકમાં કહ્યું, “દીદીથી મૃત્યુ ડરે છે.” બીજી તરફ, કેટલાક યૂઝર્સે તેનું સંતુલન જોઈને પ્રશંસા પણ કરી. એક યૂઝરે લખ્યું, “અદ્ભુત સંતુલન કુશળતા.”
તો બીજી બાજુ, ઘણા લોકો ચિંતિત પણ થયા. એક યૂઝરે કહ્યું, “ફક્ત એક ધબકારા દૂર છે,” જ્યારે બીજાએ લખ્યું, “તેને કોપી કરવાનો પ્રયાસ ન કરો.”
આ ઘટના એક તરફ હિંમત અને સર્જનાત્મકતાનું ઉદાહરણ છે, તો બીજી તરફ આવા ડેન્જરસ સ્ટંટથી થતા જોખમ વિશે વિચારવા પણ મજબૂર કરે છે.
શું તમે પણ આવા વાયરલ કંટેન્ટ માટે જોખમ લેવા તૈયાર છો?