Woman Sleeping On Chair Viral Image: જાહેર સ્થળે શિસ્તનો અભાવ, ટ્રેનમાં મહિલાની બેદરકારી વાયરલ
Woman Sleeping On Chair Viral Image: ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકો જાહેર સ્થાનને પોતાનું ઘર સમજી લે છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો એક ફોટો એ જ દર્શાવે છે કે ક્યારેક લોકો પોતાની દુનિયામાં એટલા ખોવાઈ જાય છે કે તેમને ખ્યાલ પણ રહેતો નથી કે તેમના વર્તનથી અન્ય લોકોને અસુવિધા થઈ શકે.
આ તસવીીમાં, એક મહિલા ટ્રેનની એસી ચેરકારમાં સૂઈ છે. ત્રણ સીટર ખુરશીમાં બારી પાસે એકલી પથરાઈ છે અને તેના પગ સામેની સીટના પાછળના ટેકા પર છે. તેનો આ ઉદ્ધતાભર્યું વર્તન જોઈને ઘણાં યુઝર્સ ગુસ્સે થયા અને નાગરિક સમજનો અભાવ હોવાની ટીકા કરી.
The lack of basic civic sense in India is neither a regional issue nor a class issue
It is simply an Indian issue pic.twitter.com/X9nVBc3Bd8
— रवि ravi (@Ravi3pathi) March 31, 2025
X પ્લેટફોર્મ પર શેર કરાયેલા આ ફોટાને 8 લાખથી વધુ વ્યૂઝ અને 16 હજારથી વધુ લાઈક્સ મળી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, “જાહેર સ્થળે શિસ્ત જાળવી રાખવી એ પ્રત્યેક નાગરિકની જવાબદારી છે.” બીજા એક યુઝરે લખ્યું, “કેટલાક લોકો જાહેર જગ્યાને પોતાનું ખાનગી ઘર સમજી લે છે!”
આ દૃશ્ય માત્ર વ્યક્તિગત શિસ્તની નહીં, પણ સમગ્ર સમાજની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. જાહેર સ્થળે જવાબદાર અને શિષ્ટ વર્તન એ માત્ર એક પસંદગી નહીં, પણ નાગરિક ફરજ છે.