Woman Washes Live Crocodile Video: મહિલા જીવતા મગરને ઘરે લાવી, નવડાવ્યો અને પછી જે થયું તે અણધાર્યું હતું!
Woman Washes Live Crocodile Video: આજકાલ લોકો રાતોરાત લોકપ્રિય થવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવા માટે કેટલાક વિવાદાસ્પદ કન્ટેન્ટ બનાવે છે, તો કેટલાક ચોંકાવનારા સ્ટંટ કરે છે. તાજેતરમાં ચીનની ફૂડ વ્લોગર ચુ નિયાંગ ઝિયાઓ હીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે જીવંત મગર સાથે કંઈક એવું કર્યું કે લોકો ગુસ્સે થઈ ગયા.
ચુ નિયાંગના લાખો ફોલોઅર્સ છે, અને તેઓ અનોખા ફૂડ કન્ટેન્ટ માટે જાણીતાં છે. પરંતુ આ વખતે, તેમણે પોતાના બાથરૂમમાં 90 કિલોના જીવતા મગરને સાફ કરતા વિડીયો પોસ્ટ કર્યો. મગરનું મોં દોરડાથી બાંધેલુ હતું જેથી તે હુમલો ન કરે. અહીં સુધી બધું સામાન્ય લાગતું હતું, પણ પછી જે થયું તે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી.
ચુ નિયાંગે પહેલા મગરને મારી નાખ્યો, પછી તેનું ચામડું કાઢી તેનું માંસ અલગ કર્યું. આખરે, તેણે મગરનું માંસ રાંધીને ખાવાનો પણ વીડિયો બનાવ્યો. આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પર આક્રોશ વ્યક્ત કર્યો.
લોકોની ટીકાઓ પછી, ચુ નિયાંગે દલીલ કરી કે આ મગર કૃત્રિમ રીતે ઉછેરાયેલો હતો અને ચામડાની વસ્તુઓ બનાવવા માટે જ તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. પણ આ નિવેદન સાંભળીને લોકોનો ગુસ્સો વધુ વધી ગયો.
ચીનમાં પ્રાણીઓ માટે કડક કાયદા છે, અને મગર જેવી લુપ્તપ્રાય પ્રજાતિનું કોઈપણ શોષણ ગેરકાયદેસર છે. હવે, ચુ નિયાંગના આ સ્ટંટને કારણે તેઓ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકે છે.